Home Trending Special ટામેટાના ભાવ સાંભળી આવી જશે તમારા આંખમાં આંસુ ….. !!!!

ટામેટાના ભાવ સાંભળી આવી જશે તમારા આંખમાં આંસુ ….. !!!!

150
0

દેશમાં દિવસે ને દિવસે મોંઘવારી વધી રહી છે. ત્યારે મોંધવારી વધતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાય છે. જેમાં ઘર ચલાવવું મુશ્કિલ બની ગયું છે. છેલ્લા કેટલાક દિવસથી  બજારમાં ટામેટાંની તીવ્ર અછત લોકોના ખિસ્સા સળગાવી રહી છે. દેશના મોટા ભાગના બજારોમાં ટામેટાના ભાવ 100 રૂપિયા પ્રતિ કિલોને પાર પહોંચી ગયા છે. રિટેલ માર્કેટમાં ટામેટાના ભાવ 80-120 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા છે, જ્યારે જથ્થાબંધ ભાવ 65-70 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા છે. એક સપ્તાહ પહેલા જથ્થાબંધ બજારમાં ટામેટાં 30-35 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા હતા. છૂટક બજારમાં તેની કિંમત 40-50 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ હતી. એટલે કે કિંમતો લગભગ બમણી થઈ ગઈ છે.

 દેશમાં આકરો તાપ , ઓછુ ઉત્પાદન અને વિલંબિત વરસાદને કારણે દેશના કેટલાક ભાગોમાં ટામેટાના છૂટક ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. મળતી માહિતી અનુસાર, દેશમાં મોટા ભાગના બજારોમાં ટામેટા રૂપિયા 100 પ્રતિ કિલોએ મળી રહ્યા છે. વળી આવી જ હાલત ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. અહીં થોડા દિવસો પહેલા બિપોરજોય વાવાઝોડું આવ્યું હતું તેના કારણે ઉત્પાદન પર ખૂબ અસર પડી હતી જેના કારણે પણ ટામેટાના ભાવમાં વધારો થયો હોવાનો અનુમાન લગાવવામાં આવી રહ્યો છે. જ્યા એક તરફ ચક્રવાત બિપરજોયના કારણે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાત જેવા રાજ્યોમાં ટામેટાના પાકને અસર થઈ છે તો બીજી તરફ બિહાર અને પશ્ચિમ બંગાળમાં કાળઝાળ ગરમીના કારણે ટામેટાના પાકને પણ નુકસાન થયું છે. હરિયાણા અને ઉત્તર પ્રદેશ જેવા પડોશી રાજ્યોમાંથી ટામેટાંનો પુરવઠો ઘટ્યો છે. હવે અમને બેંગ્લોરથી ટામેટાં મળી રહ્યા છે. તાજેતરના વરસાદ દરમિયાન જમીન પર રહેલા ટામેટાના છોડને નુકસાન થયું છે.

તમને જણાવી દઇએ કે બજારમાં ટામેટાના ભાવ ઓછા હોવાથી ખેડૂતોએ તેની ખાસ કાળજી લીધી ન હતી, જેના કારણે ઉત્પાદનને અસર થઈ હતી અને ભાવ અતિશય વધી ગયા હતા. જો દિલ્હીની વાત કરીએ તો ટામેટા 80 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. છેલ્લા બે-ત્રણ દિવસમાં રેટમાં અચાનક વધારો થયો છે. ભાવમાં આ અચાનક વધારો ભારે વરસાદને કારણે થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here