Home અમદાવાદ અમદાવાદ જિલ્લામાં 1962 પશુ એમ્બ્યુલન્સ દ્વારા 57 હજારથી વધુ પશુઓના જીવ બચાવાયા...

અમદાવાદ જિલ્લામાં 1962 પશુ એમ્બ્યુલન્સ દ્વારા 57 હજારથી વધુ પશુઓના જીવ બચાવાયા ….

143
0

ગુજરાત સરકાર દ્વારા એમ્બ્યુલન્સ સેવા 108ની જેમ એનિમલ હેલ્પલાઇન 1962 અમદાવાદ જિલ્લામાં કાર્યરત છે. જેમાં કુલ 13 એમ્બ્યુલન્સ અમદાવાદ જિલ્લાના અબોલા પશુઓને પક્ષીઓને સારવાર કરી સેવા આપે છે. આ સેવા ગ્રામીણ વિસ્તારમાં પશુપાલકોનો આર્થિક બોજો હળવો થાય તે હેતુથી 10 ગામ દીઠ એક ફરતુ પશુ દવાખાનુ પણ કાર્યરત છે. જે કુલ 113 જેટલા પશુધન ધરાવતા મુખ્ય ગામોને સેવા પૂરી પાડે છે. આ સેવા ચાલુ થયાથી અત્યાર સુધીમાં ગ્રામીણ વિસ્તારમાં 122759 જેટલા પશુઓને સારવાર આપી જીવ બચાવ્યા છે. તથા અમદાવાદ શહેરી વિસ્તારમાં માલિકી વગરના કુલ 57455 પશુ- પક્ષીઓના જીવ બચાવવામાં આવ્યા હોવાનું સભ્ય સચિવ દ્વારા જણાવાયુ છે.

સમગ્ર ગુજરાતમાં પશુધન માલિકો માટે કુલ 460 એમ્બ્યુલન્સના કાફલા સાથે મફત પશુ ચિકિત્સા સેવા પૂરી પાડવા માટે સમર્પિત મોબાઈલ વેટરનરી ડિસ્પેન્સરીએ 9921 ગામોને આવરી લીધા છે. દસ ગામ દીઠ એક ફરતા પશુ દવાખાનાએ 21મી જૂન 2023 સુધી 355384 ઈમરજન્સીને હેન્ડલ કરી છે અને 5206347 કેસોમાં સારવાર  આપી છે. આવનારા સમયમાં આ એમ્બ્યુલન્સની સંખ્યા વધવાથી સારવારની સાથે સાથે રોજગારની તક પણ વધવાની છે. જેનો ગુજરાતનાં નાગરિકો લાભ મેળવી શકશે. તેવું અમદાવાદ જિલ્લાના પ્રોજેક્ટ ઇનચાર્જ શ્રી પ્રદીપ પરમારે જણાવ્યું છે. સાથે સાથે આ સેવાનો ખૂબ લાભ લેવામાં આવે એવી લોકોને અપીલ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here