આણંદમાં સરદાર પટેલ યુનિવર્સિટીના હિન્દી વિભાગમાં પ્રખ્યાત વિવેચક ડો. શિવકુમાર મિશ્રાની યાદમાં ‘શિવકુમાર મિશ્રા વ્યાખ્યાન શ્રેણી – 1’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વ્યાખ્યાન શ્રેણીના પ્રથમ વક્તા તરીકે જાણીતા વ્યાકરણશાસ્ત્રી ડો.યોગેન્દ્રનાથ મિશ્રા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ડો. શિવકુમાર મિશ્રા સાથે વિતાવેલા અંગત સંસ્મરણોને યાદ કરીને વક્તા ડો.યોગેન્દ્રનાથએ એક વિવેચક અને નિષ્ઠાવાન શિક્ષક તરીકે કરેલી સાહિત્ય સેવાને સૌની સમક્ષ મૂકી. એક ઉત્તમ અને ઉષ્માપૂર્ણ વ્યક્તિત્વના સમૃદ્ધ માર્ક્સવાદી વિવેચક તરીકે સમગ્ર ભારતમાં તેમની ખ્યાતિને યાદ કરીને ગૌરવપૂર્ણ ક્ષણોને તાજી કરી. વ્યાખ્યાન સમાપન બાદ સ્વ. ડો.શિવકુમાર મિશ્રાના ઘરે ગયા હતા. વિભાગમાં આસામ, અરુણાચલ પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહારના પીએચડી સંશોધકોને આ બેઠક પર ખૂબ જ ગર્વ અનુભવ્યો હતો.
આ પ્રસંગે વિભાગના વડા ડો.દિલીપ મહેરાએ અધ્યક્ષીય પ્રવચન આપતાં મિશ્રાના સંસ્મરણોને યાદ કર્યા હતા અને વર્ષમાં બે વક્તાઓ મિશ્રાના સાહિત્ય ઉપર વ્યાખ્યાન આપશે. ડો.હસમુખ પરમારે મુખ્ય વક્તાનો પરિચય આપ્યો હતો. આ કાર્યક્રમનું સંકલન ડૉ.અનિલા મિશ્રાએ કર્યું હતું અને ડૉ.પાર્વતી ગોસાઈએ આભારવિધિ કરી હતી. આ કાર્યક્રમમાં PHDના રિસર્ચના વિદ્યાર્થીઓ અને MA ના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.