Home પંચમહાલ જીલ્લો પંચમહાલમાં કોલેજમાં યોગ દિન પૂર્વે સૂર્ય નમસ્કાર શિબિર યોજાઇ … , અધ્યાપકો...

પંચમહાલમાં કોલેજમાં યોગ દિન પૂર્વે સૂર્ય નમસ્કાર શિબિર યોજાઇ … , અધ્યાપકો અને વિધાર્થીઓ જોડાયા ….

124
0

પંચમહાલ શિક્ષણ પ્રચારક મંડળ સંચાલિત પી.ટી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ થતા લો કોલેજ ગોધરા નાં સયુકત ઉપક્રમે સૂર્યનમસ્કાર , યોગ દિવસ પૂર્વે યોગના સેશન આયોજિત કરાયા હતા. સરકારનાં પરિપત્ર મુજબ ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી ટેકનિકલ શિક્ષણ કચેરી ગાંધીનગર અનુરૂપ આદેશ અનુસાર વિદ્યાર્થીઓનુ જીવન તંદુરસ્ત બને અને યોગને જન જન સુધી પહોચાડવાનાં શુભ હેતુથી યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.

21 જૂનનાં દિવસે સમગ્ર દેશમાં વિશ્વ યોગની ઉજવણી કરવામાં આવશે. તો તેના ભાગ સ્વરૂપે કોલેજ કક્ષાએ ચાલતા NSS માધ્યમથી યોગ સત્ર યોજાયું. જેમાં 21 જૂનનાં દિવસે કઈ રીતે ક્યા પ્રકારે જવાબદારી કાર્યરત રહે તેના વિશે બતાવવામાં આવ્યું. ઉપરાંત સવારનાં સમયે NSSના સ્વયં સેવકો જોડાયા હતા. સાથે વિશેષ માર્ગદર્શનમાં આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ગોધરાનાં આચાર્ય ડૉ. એમ.બી.પટેલ તથા લો કોલેજનાં આચાર્ય ડૉ. અપૂર્વ પાઠક તથા સમગ્ર કાર્યક્રમ આયોજન માટે અધ્યાપકોએ જહેમત ઉઠાવી હતી છે. આ કાર્યક્રમમાં યોગકોચ તરીકે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રતિનિધિ પદ્માબેન ઉપરાંત કૈલાસબેને સેવા આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here