Home ખેડા મહેમદાવાદના આ ફેમસ મંદિરે કરી મોટી સિદ્ધિ હાંસલ….. એશિયા અને ઇન્ડિયા બુક...

મહેમદાવાદના આ ફેમસ મંદિરે કરી મોટી સિદ્ધિ હાંસલ….. એશિયા અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મેળવ્યું સ્થાન…

198
0

અમદાવાદ પાસે મહેમદાવાદના સિદ્ધવિનાયક ગણેશ મંદિરે બે રેકોર્ડ હાંસલ કર્યા છે. એકસાથે બે રેકોર્ડ બનાવી સિદ્ધિવિનાયક મંદિરે મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. જેમાં આ સિદ્ધવિનાયક મંદિર એશિયાનું સૌથી મોટું સિદ્ધિવિનાયક મંદિર બન્યું છે અને આ મંદિરને એશિયા બુક ઓફ રેકોર્ડ અને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે.

મહેમદાવાદમાં આવેલું આ મંદિર 6 લાખ વર્ગફૂટ વિસ્તારમાં ફેલાયું છે. જે 121 ફૂટ લાંબું અને 71 ફૂટ ઉંચુ છે. મંદિરમાં લોખંડ અને સિમેન્ટનો ક્યાંય ઉપયોગ કરવામાં આવ્યો નથી. ઓસ્ટ્રેલિયન ટેકનોલોજીનો ઉપયોગ કરીને મંદિરની ડિઝાઈન તૈયાર કરવામા આવી છે. આ મંદિરની ખાસિયત એ છે કે તેની ઊંચાઈ પાંચ માળ સુધીની છે. ત્યારે મંદિરને મળેલી આ સિદ્ધિ બહુ જ મોટી છે. તે હવે એશિયાનું સૌથી મોટું ગણપતિ મંદિર બની ગયું છે. રવિવારે મંદિરના પરિસરમાં આ ખિતાબ એનાયત કરાયો હતો. આ પ્રસંગે મંદિર દ્વારા દત્તક લેવાયેલી દીકરીઓને પણ બોલાવાઇ હતી.

આ પ્રસંગે મંદિરમાં 51 કિલો લાડુની પ્રસાદી અર્પણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ગુજરાતના આ ફેમસ મંદિરમાં દર રવિવારે અને મંગળવારે 5 થી 10 હજાર લોકો દર્શને આવે છે. વાત્રક નદીના કાંઠે મહેમદાવાદ ખાતે 9 માર્ચ, 2011 અને ફાગણ સુદ ચોથ, સંવત 2067ના રોજ મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ મંદિરનું નિર્માણ આશરે રૂ. 14 કરોડના ખર્ચે કરવામાં આવ્યું હોવાનું મનાય છે. મંદિર જમીનની 20 ફૂટ નીચે શિલાનું ફાઉન્ડેશન છે અને એક જ શિલા પર તે ઉભુ કરાયું છે. આ મંદિરમાં વિશ્વના અન્ય 10 જેટલા દેશોમાં સ્થાપિત ગણેશજીની પ્રતિકૃતિઓ પણ સ્થાપિત કરવામાં આવી છે. મુંબઈના જાણીતા સિદ્ધિવિનાયક મંદિરની મૂર્તિ જેવી જ મૂર્તિ અહીં સ્થાપિત કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here