Home Other PM મોદી આવી શકે છે ગુજરાત… , બુલેટ ટ્રેનના પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા...

PM મોદી આવી શકે છે ગુજરાત… , બુલેટ ટ્રેનના પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા માટે આવી શકે છે…..

124
0

PM મોદી ફરી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ PM મોદી આગામી 5 જૂને ગુજરાતને મુલાકાતે આવે તેવી સંભાવના છે. જોકે તેમની આ મુલાકાત માટે સત્તાવાર કોઇ જાહેરાત કરવામાં આવી નથી. અમદાવાદ-મુંબઇ વચ્ચેના બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ અંતર્ગત પ્રથમ તબક્કાની કામગીરીની સમીક્ષા માટે સુરત આવી શકે છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે PM મોદી મુંબઇ-અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ એટલેકે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ક્યાં સુધી પહોંચી તેની સમીક્ષા કરવા ગુજરાત આવે તેવી સંભાવના છે.  બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ પૈકીનો એક છે. જેથી PM સુરત આ પ્રોજેક્ટની સમીક્ષા કરવા આવી શકે છે.

હાલ દક્ષિણ ગુજરાતના સુરત શહેરની હદમાં આવેલા અંત્રોલીમાં બુલેટ ટ્રેનના સ્ટેશનનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. અંત્રોલી એ સુરતના પલસાણા તાલુકામાં આવેલું છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો અંત્રોલી અને બીલીમોરા વચ્ચે ચાલી રહ્યો છે. એની કામગીરી વર્ષ 2024 સુધી પુરી કરવામાં આવશે.  બુલેટ ટ્રેનના સ્ટેશનમાં હાલ બે માળનું નિર્માણ કરવામાં આવ્યું છે. પીએમ મોદી આ અગાઉ 12 મી ના રોજ એક દિવસની ગુજરાત મુલાકાતે આવ્યાં હતાં. તે સમયે પણ તેમણે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here