Home ખેડા ખેડા જિલ્લા કલેકટર કચેરી ખાતે જવાહર નવોદય વિદ્યાલય પરીક્ષાના આયોજન બાબતે મીટીંગ...

ખેડા જિલ્લા કલેકટર કચેરી ખાતે જવાહર નવોદય વિદ્યાલય પરીક્ષાના આયોજન બાબતે મીટીંગ યોજાઈ

ખેડા જિલ્લામાં કુલ ૩૧ સેન્ટર ખાતે ૭૨૬૨ વિદ્યાર્થીઓ જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષા આપશે

166
0

જિલ્લા કલેકટર કચેરી ખાતે અધિક નિવાસી કલેકટરશ્રી બી.એસ.પટેલની અધ્યક્ષતામાં જવાહર નવોદય  વિદ્યાલયની પરીક્ષા યોજવા અંતગર્ત મીટીંગ યોજાઈ તા.૨૯/૦૪/૨૦૨૩ના દિવસે લેવાનાર જવાહર નવોદય પરીક્ષા (JNV)” ની પરીક્ષા ખેડા જિલ્લામાં આવેલ કેન્દ્રો ખાતે લેવાનાર છે. ખેડા જિલ્લામાં કુલ ૩૧ સેન્ટર ખાતે ૩૦૯ બ્લોકમાં ૭૨૬૨ વિદ્યાર્થીઓ જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષા આપશે.

આ બેઠકમાં જે.એન.વી પરીક્ષાનું સફળ સંચાલન બાબતે સી.એલ.ઓ, બી.એલ.ઓ, કેન્દ્ર સંચાલકોને પરીક્ષા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. અધિક નિવાસી કલેકટર શ્રી બી. એસ. પટેલ એ જણાવ્યું કે પરીક્ષામાં કોઈપણ અગવડતા ન રહે તે માટે ખાસ ધ્યાન દોરવું. ઉપરાંત, શ્રી બી.એસ. પટેલે જેએનવી પરીક્ષા માટે વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. 

આ બેઠકમાં પ્રાચાર્ય શ્રી અનીલ કામલે,તેમજ પરીક્ષા માટે નિમણુંક કરવામાં આવેલા સી.એલ.ઓ, બી.એલ.ઓ, કેન્દ્ર સંચાલક ઉપસ્થિત રહ્યા હતા.   

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here