Home પંચમહાલ જીલ્લો કતલના ઈરાદે ગોંધી રાખેલા ૧૨ ગૌવંશને બચાવી.

કતલના ઈરાદે ગોંધી રાખેલા ૧૨ ગૌવંશને બચાવી.

226
0

પંચમહાલ, કાલોલ : ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૩

કાલોલ તાલુકાના ચલાલી ગામની સીમમાં કતલના ઈરાદે દયનીય હાલતમાં બાંધેલ ૩ ગાયો સહિત ૧૨ ગૌવંશને વેજલપુર પોલીસે બચાવ્યા: એક ફરાર વિરુદ્ધ ગુનો નોંધાયો

વેજલપુર હદ વિસ્તારમાં રહેતા અમુક અસામાજીક એવા વિધર્મી તત્વો ગૌ અને ગૌવંશને કતલખાને પહોંચાડી કતલ કરી ગૌમાંસના વેપલો કરતા હોવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોવાને કારણે અવારનવાર ગૌરક્ષકો અને હિન્દુ ધાર્મિક લાગણી દુભાતી રહે છે. જે મધ્યે તાજેતરમાં વેજલપુર પોલીસે બુધવારે ચલાલી ગામની સીમમાં કતલના ઈરાદે ગોંધી રાખેલા ૧૨ ગૌવંશને બચાવી લેતા મોટી રાહત સાંપડી હતી.

વેજલપુર પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલી ફરિયાદની વિગતો અનુસાર વેજલપુર પોલીસ બુધવારે રાત્રીના ત્રણેક વાગ્યાના સુમારે ચલાલી ગામની સીમ તરફના પેટ્રોલિંગ દરમ્યાન ખાનગી રાહે મળેલી બાતમીને આધારે બાતમીના સ્થળે પહોંચીને છાપો મારતા ચલાલી ચોકડીથી ચલાલી ગામ તરફના નવાગામ રીંછીયા ગામે ચલાલી રોડ પર આવેલી નિશાળ ફળીયાના સુરેશભાઈ ફુલિસંગ પટેલીયાના ઘર સામેના એક ખુલ્લા ખેતરમાં ખુંટા સાથે ગળા અને પગેથી ટુંકા દોરડાઓથી ક્રુરતાપૂર્વક બાંધીને ઘાસચારો કે પાણીની સગવડ વિના દયનીય હાલતમાં દશ બાર ગૌવંશ જોવા મળ્યા હતા જેથી પોલીસે નજીકના મકાનમાં તપાસ કરતા એ મકાનમાં બે મહિલાઓ મળી આવેલ જેમને ગૌવંશ બાબતે પુછપરછ કરતા મહિલાઓએ જણાવેલ કે આ બધા ગાય, બળદ અને વાછરડું અમારા નથી પરંતુ આજે સાંજના સમયે વેજલપુર ખાતે રહેતા જકર નામનો ઈસમ તેની ટાટા એસી ગાડીમાં ત્રણ ફેરામાં મારીને અહીં ઉતારી ગયેલ અને એમને અમે રાત્રે આવીને લઈ જઈશુ તેમ જણાવી જતા રહ્યા હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે ખુલ્લો ખેતરમાં બેટરીઓના અજવાળે જોતા ત્રણ ગાયો, સાત બળદો અને નાના વાછરડાઓને ક્રુરતાપૂર્વકના બંધનમાંથી છોડાવીને રાત્રીના સુમારે જ વાહન મારફતે ગોધરા સ્થિત પાંજરાપોળમાં મોકલી આપવામાં આવ્યા હતા. વેજલપુર પોલીસે ઘટનાસ્થળે નહીં મળેલ એવા કતલના ઈરાદે ગૌવંશોની હેરાફેરી કરતા અને ક્રુરતાપૂર્વક ગોંધી રાખેલ ૧૨ ગૌવંશની રૂ. ૧,૪૫,૦૦૦ના મુદામાલ, અજાણી ટાટા એસીનો ટેમ્પો અને હાલ ફરાર થયેલ કસાઈ નામે મોહમદ હનીફ ઉર્ફે જખર ઉર્ફે જકરીયો સીદીક ટપ (રહે.વેજલપુર) વિરુદ્ધ પશુધારા સંરક્ષણ હેઠળનો ગુનો નોંધીને આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

અહેવાલ : મયુર પટેલ કાલોલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here