Home મોરબી હળવદ તાલુકાના ટીકર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓમાં વ્યસન મુક્તિ અંગે જાગૃતિ આવે તે...

હળવદ તાલુકાના ટીકર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓમાં વ્યસન મુક્તિ અંગે જાગૃતિ આવે તે હેતુથી ચિત્ર સ્પર્ધાનું આયોજન

275
0

હળવદ : 10 જાન્યુઆરી


શાળાના ૪૪ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની આવડત મુજબ વ્યસનની જાગૃતિ પર ચિત્રો કંડાર્યા હતા.

હળવદ તાલુકાની ટીકર પ્રાથમિક શાળા ખાતે ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- ટીકરના સહયોગથી વ્યસનમુક્તિ જાગૃતિ અંગે ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી. જેમાં પ્રથમ, દ્વિતીય, તૃતિય નંબરે વિજેતા થનાર વિજેતાઓને પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ ભાગ લેનાર તમામને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા તથા શાળાના ૬૨૭ જેટલા બાળકોને કાર્યક્રમના અંતે નાસ્તો કરાવવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમને અંતે ડો.ચાંદની બેન દ્વારા તમામ વિદ્યાર્થીઓને વ્યસનથી દૂર રહેવા અને પરિવારને પણ આ વ્યસનથી દૂર રહેવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ડો.જયેશ ચાવડા (m.o.tikar,) એમ.પી.એચ.ડબ્લ્યુ મહેશભાઈ .
અને ગઢવીભાઈ હાજર રહ્યા હતા. તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય તથા શાળાના સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.
આ ઉપરાંત Adolescent health education આપવામાં આવ્યું..

 

અહેવાલ : બળદેવ ભરવાડ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here