Home કાલોલ કાલોલમાં કોંગ્રેસના મેન્ડેટ વિના કોંગ્રેસના ઉમેદવાર તરીકે પ્રભાતસિંહ ચૌહાણે મૂંછ મરડીને ઉમેદવારી...

કાલોલમાં કોંગ્રેસના મેન્ડેટ વિના કોંગ્રેસના ઉમેદવાર તરીકે પ્રભાતસિંહ ચૌહાણે મૂંછ મરડીને ઉમેદવારી ફોર્મ ભર્યું

207
0

કાલોલ: 14 નવેમ્બર


કાલોલ ૧૨૭ વિધાનસભા બેઠકની સામાન્ય ચૂંટણી માટે સોમવારે પ્રથમ ભાજપના ઉમેદવાર તરીકે ફતેસિંહ ચૌહાણે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યા પછી કોંગ્રેસના ઉમેદવાર તરીકે પ્રભાતસિંહ ચૌહાણે પણ પોતાનું નામાંકનપત્ર ભરીને પોતાની મૂંછ પર તાવ આપ્યો હતો. કાલોલ વિધાનસભા બેઠક પાછલા ૨૫ વર્ષથી ભાજપનો ગઢ ગણાય છે જેમાં ભાજપના પુર્વે ત્રણ ટર્મ ધારાસભ્ય અને મંત્રી રહેલા પ્રભાતસિંહ ચૌહાણને કે તેમના ચૌહાણ પરિવારને ભાજપની ટિકિટ નહીં મળવાના આસાર સાથે પ્રભાતસિંહ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા.

જોકે સોમવારે સાંજ સુધીમાં કોંગ્રેસના કોઈ ઉમેદવારના નામની પસંદગી કે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી તેમ છતાં પ્રભાતસિંહ ચૌહાણે પોતાને જ ટિકિટ મળશે અને મારે જ લડવાનું છે એવા પોતાની મૂછોના તાવ સાથે પૂર્વતૈયારીઓ સ્વરૂપે ઉમેદવારી ફોર્મ ભર્યું હોવાનો દાવો કર્યો છે. જોકે સોમવારે કોંગ્રેસના ઉમેદવાર તરીકે પ્રભાતસિંહ ચૌહાણના નામાંકન ભરવા સમયે કાલોલ કોંગ્રેસ સંગઠનના હોદ્દેદારો તેમની સાથે જોડાયા હતા.

અહેવાલ : મયુર પટેલ, કાલોલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here