Home આણંદ શ્રી ખોડિયાર હોટલમાં તોડફોડ કરનારા ૮ આરોપીઓને ઝડપી, મુદ્દામાલ સાથે પોલીસે કર્યા...

શ્રી ખોડિયાર હોટલમાં તોડફોડ કરનારા ૮ આરોપીઓને ઝડપી, મુદ્દામાલ સાથે પોલીસે કર્યા ગિરફ્તાર

16
0

તારાપુર : તારાપુર પોલીસે કસબારા પાસે આવેલ શ્રી ખોડિયાર હોટલમાં જમવાના બહાનું લઈ તોડફોડ અને ધમકીઓ આપનાર ૮ આરોપીઓને ઝડપીને ગિરફ્તાર કર્યા છે. આરોપીઓએ હોટલના માલિકને ૩૯,૦૦૦ રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું હતું અને જાનલેવાની ધમકી આપી હતી.

ઘટનાનો સમયગાળો અને આરોપ

ગત ૨૦ મેની રાત્રે પોણા ૧૨ વાગ્યા સુધીમાં હોટલ બંધ થયા પછી બાઇક અને બોલેરો કારમાં સવાર થઈને આવેલા આરોપીઓએ જમવાની બાબતે ઝઘડો કરી હોટલમાં તોડફોડ કરી. તેમણે ગલ્લા ફોડ્યા અને રાહુલ ભટ્ટ (હોટલ સ્ટાફ)ને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા.

પોલીસ કાર્યવાહી

હોટલ માલિક અરુણભાઈ ગોહિલ (મૂળ ખંભાત)ની ફરિયાદ અને સીસીટીવી ફુટેજના આધારે તારાપુર પોલીસે આરોપીઓને શોધી કાઢ્યા. બે દિવસ પહેલા કોર્ટમાં રજૂ કરતા એક દિવસનો રિમાન્ડ મંજૂર થયો હતો. આજે રિમાન્ડ પૂરું થતાં આરોપીઓની મામલતદાર કચેરી ખાતે ઓળખ પરેડ કરાવાઈ.

જપ્ત કરેલ મુદ્દામાલ

પોલીસે આરોપીઓ પાસેથી એક બોલેરો ગાડી, એક બાઇકઅને અન્ય સાધનો જપ્ત કર્યા છે. હવે આરોપીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

ઝડપાયેલા આરોપીઓની યાદી:

૧) સન્નીકુમાર કાંગસિયા – ડબગર વાસ, મોચીવાડ, ખંભાત

૨) હરેશભાઈ ઠાકોર – દારૂકોઠા, ગણપતિ મંદિર પાસે, ખંભાત

૩) યુવરાજ (સન્ની) સરગરા – પોપડી નગર, આણંદ

૪)પંકજકુમાર (વડાપાવ) પરમાર – ચાવડાપુરા, આણંદ

૫) નારણ (ભજીયો) મારવાડી – સોનારિયુ પરૂ, આણંદ

૬) અર્પિત (પટેલ) ધીરજભાઈ – ચાવડાપુરા, આણંદ

૭) હાર્દિક પરમાર – મહાવીર ઝૂંપડપટ્ટી, આણંદ

૮) રોહિત (બાઠીયા) દરબાર — મેલડી માતા મંદિર પાસે,

આણંદ પોલીસ આગળની તપાસ કરી રહી છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી લેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here