Home ખેડા નડિયાદ : ૧૯૬૨ કરુણા એમ્બ્યુલન્સ દ્વારા મોરની સારવાર કરી જીવ બચાવાયો

નડિયાદ : ૧૯૬૨ કરુણા એમ્બ્યુલન્સ દ્વારા મોરની સારવાર કરી જીવ બચાવાયો

108
0

નડિયાદ : નડિયાદના પીજ રોડ પરના રામદેવપીર મંદિર પાસે બાર વાગ્યાની આસપાસમાં એક મોરને ઇલેક્ટ્રિક વાયરનો કરંટ લાગતા અચાનક ઝાડ પરથી પડી ગયો હતો અને તેના ગળાના ભાગમાં ગંભીર ઈજા પહોંચી હતી. આ ઘટના જોતા એક વ્યક્તિએ ૧૯૬૨ને કોલ કરી મદદ માંગી હતી.

ઈમરાઈ ગ્રીન હેલ્થ સર્વિસની આરોગ્ય સંજીવની કહેવાતી ૧૯૬૨ પર કોલ મળતા જ ડૉ. શ્રી રામ યાદવ અને સાથે પાયલોટ નરસિંહ ડાભી ઘટના સ્થળે પહોંચી ગયા અને જંગલ ખાતાને જાણ કરી મોરના ઘાવની પુરેપુરી સારવાર કરી અને ટાંકા લઈને અને જરૂરી ઇન્જેક્શન લગાવી તેનો અમૂલ્ય જીવ બચાવવામાં આવ્યો હતો. આ સાથે મોરને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here