કાલોલ : કાલોલ પાલિકાની સામાન્ય ચૂંટણીની ચૂંટણી પ્રક્રિયા અનુસાર શુક્રવારે સાંજે પાંચ વાગ્યાથી પ્રચારના પડઘમ શાંત થઈ ગયા હતા. જોકે પ્રચારના અંતિમ કલાકોમાં પાલિકાના સાતેય વોર્ડના ભાજપના ૨૩ ઉમેદવારોએ
ભાજપના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં એકજૂટ થઈને શહેરના વિવિધ વિસ્તારોમાં ભવ્ય બાઈક રેલી યોજીને શક્તિ પ્રદર્શન અજમાવ્યું હતું.
કાલોલ પાલિકાની સામાન્ય ચૂંટણી અનુસાર ૧૬ ફેબ્રુઆરીને રવિવારે મતદાન થનાર હોય ચૂંટણી પ્રક્રિયા મુજબ શુક્રવારે સાંજે પાંચ વાગ્યાથી રાબેતા મુજબ પ્રચારના પડઘમ શાંત થઈ ગયા હતા.