ગોધરા: 11 જાન્યુઆરી
ગોધરા તાલુકા ની હદ માં આવેલ વેગનપુર ગામે જુની જલારામ સ્કુલ પાસે રોડ ઉપરથી ચાઇનીઝ દોરીના ૧૨૨ નંગ ફીરકીઓના જથ્થા સાથે એક આરોપી ગોધરા તાલુકા પોલીસે ઝડપી પાડ્યો છે.
પંચમહાલ ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ.ભરાડા સાહેબ તથા પંચમહાલ જીલ્લાના પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલ તરફથી જિલ્લામાં ઉતરાયણના તહેવાર અનુસંધાને કેટલાક ઇસમો ચાઇનીઝ દોરી ઉચી કિંમતે વેચી આર્થિક લાભ મેળવવતા હોય છે. તેમજ તે દોરીથી પશુ પક્ષીઓ તેમજ માનવ જાતીને નુકશાન કારક હોય અને આ બાબતે કલેકટર પંચમહાલ ગોધરા નાઓએ જાહેરનામુ પણ બહાર પાડેલ હોય તેવા સંજોગોમાં આવુ વેચાણ કરનાર ઇસમો ને પકડી આવી પ્રવૃતી બંધ કરાવવા સુચનાના આધારે નાયબ પોલીસ અધિક્ષક સી.સી.ખટાણા ગોધરા ના માર્ગદર્શન આપ્યું હતું.
તે મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે.ખાંટ ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનને બાતમીદારથી ચોક્કસ બાતમી મળેલ કે ગોધરા તાલુકાના વેગનપુર ગામે જુની જલારામ સ્કુલ આગળ ચોરી છુપીથી ચાઇનીઝ દોરી ઉચી કિંમતે વેચાણનો ધંધો કરે છે જે બાતમી આધારે સર્વેલન્સ સ્કોડના પોલીસ સ્ટાફ માણસો નાઓએ બાતમી વાળી જગ્યાએ જઇ તપાસ કરતા એક ઇસમ નામે ચેતનભાઇ ચંદુભાઇ પટેલ રહે, રામપુરા સ્વામીનારાયણ મંદિર ફળીયુ તા. ગોધરા નાનો ચાઇનીઝ દોરીની એકજ માર્કાની ફીરકીઓ નંગ-૧૨૨ જેની કિમત રૂપિયા ૧૮,૩૦૦/- નો મુદ્દામાલ રાખી કલેકટરના જાહેરનામાનો ભંગ કરેલ હોય તેને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.