Home Trending Special હેપી બર્થ-ડે કિશોર દા: જિંદગી એક સફર હૈ સુહાના, યહા કલ ક્યાં...

હેપી બર્થ-ડે કિશોર દા: જિંદગી એક સફર હૈ સુહાના, યહા કલ ક્યાં હો કિસને જાના…

184
0

આજે બોલિવૂડના લેજેન્ડ સિંગર કિશોર કુમારનો જન્મદિવસ છે. કિશોર કુમારનો જન્મ 04 ઓગસ્ટ 1929ના રોજ મધ્ય પ્રદેશના ખંડવામાં થયો હતો. બોલિવૂડના ઇતિહાસમાં મહાન ગાયકોની હરોળમાં કિશોર દાનું નામ છે. કિશોર કુમાર બહુમૂખી પ્રતિભા ધરાવતા હતા કેમ કે તેમણે હિન્દી સિનેમામાં ગાયક, એક્ટર, સંગીતકાર, અભિનેતા, નિર્માતા અને લેખક સહિતની ભૂમિકા અદા કરી હતી. તેમણે બોલિવૂડમાં ગાયક અને સંગીતકાર તરીકે પોતાનું અનોખું સ્થાન જમાવી દીધું હતું. માત્ર જૂની જ નહીં પરંતુ વર્તમાન પેઢી પણ કિશોરકુમારના ગીતોની દિવાની છે.

કિશોર દાએ શ્રેષ્ઠ પ્લેબેક સિંગર માટે 8 ફિલ્મફેર એવોર્ડ જીત્યા અને તે શ્રેણીમાં સૌથી વધુ ફિલ્મફેર એવોર્ડ જીતવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. તે જ વર્ષે મધ્યપ્રદેશ સરકાર દ્વારા પણ લતા મંગેશકર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. કિશોર કુમાર અટપટી વાતો માટે જાણીતા હતા. કોઈ તેમનું નામ પૂછે તો તેઓ કહેતા કે, “રશોકી રમાકુ” જેને ઉલટાવો તો કિશોર કુમાર થાય. કિશોર દાએ માત્ર 12 વર્ષની વયે ગીત સંગીતમાં મહારથ હાંસલ કરી લીધી હતી.

આમ જોવા જઇએ તો કિશોર કુમારનું અંગત જીવન ઉથલપાથલથી ભરેલું હતું. તેમણે ચાર લગ્ન કર્યા હતા. તેમની પ્રથમ પત્નીનું નામ રૂમા ગુહા હતું. આ પછી તેણે મધુબાલા સાથે બીજા લગ્ન કર્યા. કિશોર કુમારે મધુબાલા સાથે લગ્ન કરવા માટે કથિત રીતે ઈસ્લામ કબૂલ કર્યો હતો. એ સમયે તેમણે પોતાનું નામ બદલીને અબ્દુલ કરીમ રાખ્યું. મળતી માહિતી મુજબ, કિશોર કુમારના માતા-પિતાએ આ લગ્ન સમારોહમાં ભાગ લેવાની ના પાડી દીધી હતી. માતા-પિતાને ખુશ કરવા માટે, દંપતીએ હિન્દુ લગ્ન પદ્ધતિથી લગ્ન પણ કર્યા, પરંતુ તેઓએ ક્યારેય મધુબાલાને તેમની વહુ તરીકે સ્વીકારી નહીં.

મધુબાલાના મૃત્યુ પછી કિશોર કુમારે યોગિતા બાલી સાથે લગ્ન કર્યા. કિશોર કુમારની છેલ્લી પત્ની લીના ચંદાવરકર હતી. કિશોર કુમાર તેમની ચોથી પત્ની કરતા લગભગ 20 વર્ષ મોટા હતા. ચોથા લગ્ન સમયે તેમની ઉંમર 51 વર્ષની હતી. બંનેની મુલાકાત ‘પ્યાર અજનબી હૈ’ના સેટ પર થઈ હતી… વર્ષ 1971માં આવેલી અંદાજ ફિલ્મમાં કિશોર દાએ સૉન્ગ ગાયું હતું “જિંદગી એક સફર હૈ સુહાના, યહા કલ ક્યા હો કિસને જાના…” જે સૉન્ગ આજે પણ મોટાભાગના લોકો માટે કદાચ કરતું પ્રેરણા આપતું સૉન્ગ હશે… છેલ્લે તમને જણાવીએ તો 1987માં કિશોર કુમારનું નિધન થયું હતું અને પોતાના અવાજથી ચાહકોના દિલમાં અમી છાપ છોડતા ગયા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here