Home સાબરકાંઠા હિંમતનગરમાં એક એવું મંદિર જે કોણે બનાવ્યું છે એક રહસ્ય …. જાણો...

હિંમતનગરમાં એક એવું મંદિર જે કોણે બનાવ્યું છે એક રહસ્ય …. જાણો મંદિરનું ચોંકાવનારુ રહસ્ય ….

126
0

સાબરકાંઠાના હિંમતનગરમાં એક એવું મંદિર આવેલું છે જે સાત મંદિરોનું જૂથ કહેવાય છે. મંદિરની વિશેષતાઓ વિષે તો આપણે મોટાભાગે સાંભળતા આવ્યા છીએ. ત્યારે તમને વિચાર થશે કે મંદિરની વિશેષતા સિવાય એવી તો શું ખાસ વાત છે આ મંદિરની….. જાણીને નવાઈ લાગશે કે આ મંદિરનું ચોંકાવનારુ રહસ્ય છે. રહસ્યની સાથે સાથે આ મંદિર અદભુત સ્થાપત્ય કળાની પ્રતીતિ પણ કરાવે છે.

સાબરકાંઠાના હિંમતનગરના ખેડ તસિયા પાસે ખેડરોડા મંદિર સ્થિત છે. ખેડરોડા મંદિર જે સાત મંદિરોનું જૂથ છે. આ મંદિરો અદભૂત સ્થાપત્ય કળાની પ્રતીતિ કરાવે છે. ત્યારે આ મંદિરો કોને બનાવ્યા તે આજે પણ એક રહસ્ય છે. ત્યારે વાત કરીએ મંદિરના નામના અર્થની તો રોડા એ ગુજરાતી શબ્દ છે જેનો અર્થ થાય છે ઈંટ. આ સ્થાન રહસ્યમાં ઘેરાયેલું હતું. વીસમી સદીના પ્રથમ દાયકાઓમાં બ્રિક બેટ ક્યાંય બહાર દેખાતા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. પરિણામે, મંદિરોના રોડા જૂથનું નામ આપવામાં આવ્યું અને અહિયાં સાત મંદિરોનો સમૂહ છે.

આ મંદિર આઠમીથી નવમી સદી દરમિયાન બનાવવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે. જો કે, એવું માનવામાં આવે છે કે આ વિસ્તારમાં લગભગ 100 મંદિરો હતા. તેમાંના મોટાભાગના સંપૂર્ણપણે અદૃશ્ય થઈ ગયા છે. ત્યારે 1926 સુધી તે અજાણ હતું. જ્યારે પુરાતત્વ વિભાગે સ્થળની 1960ના દાયકામાં તપાસ હાથ ધરી હતી. આ મંદિરોને ગુર્જર સ્થાપત્ય શૈલીના “મહાન દાદા” તરીકે ઓળખવામાં આવે છે.ગુર્જર પ્રતિહાર અથવા રાષ્ટ્રકુટ સમયગાળા દરમિયાન આ મંદિરો 8મી અને 9મી સદીમાં બાંધવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here