Home પંચમહાલ જીલ્લો હાલોલ બંધ મકાન ને તસ્કરોએ નિશાન બનાવ્યું

હાલોલ બંધ મકાન ને તસ્કરોએ નિશાન બનાવ્યું

164
0

હાલોલ શહેરમાં દિવસે દિવસે કાયદો વ્યવસ્થા કથળી રહી છે, ચોરી ની ઘટનાઓ સામાન્ય બની રહેતા બેફામ બનેલા તસ્કરો જે રીતે એક પછી એક મકાનો ને નિશાન બનાવી રહ્યા છે તે જોતા તેઓને હવે પોલીસ નો ડર રહ્યો નથી તેવું લાગી રહ્યું છે. શહેરના પોષ વિસ્તાર કંજરી રોડ ઉપર આવેલી મધુવન સોસાયટીના એક બંધ મકાન ને થોડા જ સમય માં બીજી વખત નિશાન બનાવી તસ્કરોએ પોલીસ ને પડકાર ફેંક્યો છે. જો કે મકાન નો નિયમિત રહેણાંક માં ઉપયોગ ન થતો હોવાથી રોકડ રકમ ને સોનુ મળી એક લાખ રૂપિયા થી વધુ ની હાથ સફાઈ થઈ જવા પામી છે.

 શહેરના પોષ વિસ્તાર અને તેમાંય પોષ સોસાયટી એવી મધુવન સોસાયટીના 129 નંબર ના મકાન માં રહેતા હસમુખભાઈ સોની ના મકાનમાં ગત રાત્રે તસ્કરો ઘુસ્યા હતા. લોખંડ ની જાળી ખોલી મકાનના મુખ્ય દરવાજા ને લગાવવમાં આવેલ ઇન્ટરલોક ને તોડવા કાસ નો ઉપયોગ કરી આખી દીવાલ તસ્કરો એ કોચી નાખી હતી, અને દીવાલ સાથે સાથે લાકડાની બારસાગ માં ફિટ થતા ઇન્ટરલોક ને ખોલવા આખી બારસાગ પણ ફાડી નાખી દરવાજો ખોલી ને તસ્કરો ઘર માં ઘુસ્યા હતા.

શિયાળાની ઠંડી માં તસ્કરો દ્વારા કરવામાં આવેલી તોડફોડ નો અવાજ કોઈએ સાંભળ્યો ન હતો, બાજુના મકાન માં પણ તાળું હોવાથી તસ્કરો ને ફાવતું મળી ગયું હતું. ત્રણેક માસ અગાઉ ઓણ આજ મકાન ને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને 30 હજાર ની રોકડ રકમ તાફડાવી ગયા હતા, જ્યારે ગત રાત્રે ફરી તસ્કરો એ મકાન માં ઘુસી તિજોરી, કબાટ, બેગ્સ લોકર વિગેરે ને રફેદફે કરી 40 હજાર રોકડા અને સોનાની વીંટી માડી એક લાખ રૂપિયાથી વધુ ની તસ્કરી ને અંજામ આપ્યો હતો.અહેવાલ. નરેન્દ્રસિંહ પરમાર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here