સુરેન્દ્રનગર : 13 જાન્યુઆરી
હોલસેલ બાદ રીટેઇલ ઘરાકીમાં પણ છેલ્લી ઘડીએ તેજીનો માહોલ જોવા મળ્યો…
આવતી કાલે મકરસંક્રાંતિનો તહેવાર છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાવાસીઓ દ્વારા મકરસંક્રાંતિની ધામધુમપૂર્વક ઉજવણી કરવા માટે હાલમાં શહેરી વિસ્તારોની બજારમાં પતંગ દોરી અને ખાણીપીણીની ચીજ વસ્તુઓની ખરીદી સુરેન્દ્રનગર જિલ્લાવાસીઓ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે હાલમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ઉત્તરાયણની ઉજવણી કરવા માટે સુરેન્દ્રનગર જિલ્લાવાસીઓ થનગની રહ્યા છે. ત્યારે હાલમાં પતંગ, દોરી અને વિવિધ ઉતરાયણની વસ્તુઓની ખરીદી માટે સુરેન્દ્રનગર જિલ્લાની બજારમાં લોકોની ભીડ જોવા મળી રહી છે.
ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં દોરી, પતંગની ખરીદી જિલ્લાવાસીઓ દ્વારા શરૂ કરવામાં આવી છે. તેને બજારમાં પણ આ બાબતે છેલ્લી ઘડીએ ઘરાકીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરી અને જિલ્લા વાસીઓ ઉત્તરાયણની ઉજવણી કરશે. આ વર્ષે કાચા માલના ઉત્પાદનના ઘટાડો થયો છે. તેના કારણે દોરીના ભાવ પણ વધ્યા છે. તેમ છતાં પણ જિલ્લાની ઉત્સવપ્રેમી જનતા દ્વારા દોરી-પતંગની ખરીદી શરૂ કરી દેવામાં આવી છે.
હાલમાં સુરેન્દ્રનગર જિલ્લાની બજારોમાં પતંગ-દોરી ખરીદવામાં ભારે ભીડનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોનાની મહામારી વચ્ચે શાળા-કોલેજો પણ બંધ હોવાના કારણે અત્યારથી જ નાના બાળકો અને યુવકો દ્વારા પતંગ ચગાવવાની મોજ માણવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ જો વાત કરવામાં આવે તો, આ વર્ષે કોરોનાની મહામારી વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લાની બજારોમાં પતંગ બજાર અને દોરી બજાર અને ખાણીપીણીની બજારોમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.
દર વર્ષ કરતા આ વર્ષે છેલ્લી ઘડીએ 25 ટકા જેટલી વધુ ઘરાકી જોવા મળી…
સુરેન્દ્રનગર જિલ્લાની બજારમાં પતંગ-દોરી ખરીદવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. જેમાં ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના વેપારીઓ દ્વારા પણ અલગ-અલગ પ્રકારની દોરીઓના અને પતંગના ઢગલા કરી દેવામાં આવ્યા છે. ત્યારે હોલસેલ દોરી-પતંગના ભાવોમાં પણ હાલમાં 30 ટકા જેટલો વધારો થવા પામ્યો છે. તેમ છતાં પણ સુરેન્દ્રનગર જિલ્લાવાસીઓ મકરસંક્રાંતિની ઉજવણી કરવા માટે જિલ્લાની બજારોમાંથી પતંગ અને દોરીની ખરીદી કરી રહ્યા છે.
જિલ્લાવાસીઓ કોરોનાની ગાઈડલાઈન સાથે મકરસંક્રાંતિની ઉજવણી કરે :વેપારીઓની અપીલ
સુરેન્દ્રનગર જિલ્લાના પતંગ બજારના હોલસેલ વેપારી ઝાકીરભાઈ પરમાર સહિતના વેપારીઓ દ્વારા જિલ્લાવાસીઓને કોરોના ગાઈડલાઈન પાલન સાથે મકરસંક્રાંતિની ઉજવણી કરવા અપીલ કરવામાં આવી રહી છે. તેવા સંજોગોમાં છેલ્લા દિવસે બજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે. અને બજારમાં પણ લોકોની ભીડ જોવા મળી રહી છે. તેવા સંજોગોમાં કોરોના સંક્રમણ આગામી દિવસોમાં અટકે તેવા પ્રયાસો વેપારી વર્ગ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. દુકાન ઉપર અને દોરી-પતંગ વેચાણ સ્થળો ઉપર પણ પોતે ગાઈડલાઈનનું પાલન કરાવી ત્યાર બાદ વેપાર કરવામાં આવી રહ્યો છે.
દોરી પતંગના હોલસેલ ભાવમાં 30 ટકાનો વધારો નોંધાયો છતાં બજારમાં ઘરાકીનો માહોલ
ચાલુ વર્ષે કાચા દોરાનું ઉત્પાદન ઘટતા અને માંગ વધતા ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે મકરસંક્રાંતિનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાવાસીઓ દ્વારા બજારોમાં પતંગ-દોરીની ખરીદી કરવામાં આવી રહી છે. ત્યારે હાલમાં 25 ટકા જેટલો વધારો જોવા મળતાની સાથે જ હોલસેલ વેપારીઓ દ્વારા 30 ટકા જેટલો દોરી અને પતંગના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. તેમ છતાં પણ સુરેન્દ્રનગર જિલ્લાવાસીઓ મોટી સંખ્યામાં મકરસંક્રાંતિની ઉત્સાહભેર ઉજવણી કરવા માટે દોરી અને પતંગની ખરીદી કરી રહ્યા છે.
જિલ્લાના વેપારીઓ દ્વારા ચાઈનીઝ દોરી અને તુક્કલો ન વેચવા શપથ લેવામાં આવ્યા…
મકરસંક્રાંતિનો તહેવાર નજીક છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાવાસીઓ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉતરાયણની ઉજવણી કરવા માટે સુરેન્દ્રનગર જિલ્લાની બજારોમાં દોરી પતંગની ખરીદી કરી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા ચાઇનીઝ દોરી અને તુકકલો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે ગયા વર્ષે સુરેન્દ્રનગર જિલ્લાની પતંગ-દોરીની બજારોમાંથી મોટી સંખ્યામાં ચાઇનીઝ દોરીઓ ઝડપાઈ હતી. અને લાખો રૂપિયાનો દંડ પણ વેપારીઓ દ્વારા સરકારને ચૂકવવામાં આવ્યો હતો. ત્યારે આ વર્ષે સુરેન્દ્રનગર જિલ્લાના વેપારીઓ દ્વારા ચાઇનીઝ દોરી કે જે પશુ-પક્ષીઓ અને પર્યાવરણ બંનેને નુકસાન કરી રહી છે. અને માનવજીવને પણ ઉત્તરાયણના તહેવાર નિમિત્તે નુકસાન પહોંચાડી રહી છે. તેવી ચાઈનીઝ દોરીઓ વેચવા ઉપર સુરેન્દ્રનગર જિલ્લાના વેપારીઓ દ્વારા પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. અને સુરેન્દ્રનગર જિલ્લાના દોરી-પતંગના વેપારીઓ દ્વારા પણ અનોખો સંકલ્પ કરવામાં આવ્યો છે કે, ચાલુ વર્ષે ચાઇનીઝ દોરી વેચાણ ન કરવા ઉપર સુરેન્દ્રનગર જિલ્લાના વેપારીઓ દ્વારા અનોખો સંકલ્પ કરવામાં આવ્યો છે.
જિલ્લાવાસીઓનો ઉત્તરાયણની ઉજવણી કરવા બજારોમાં ઘસારો…
સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યારથી જ મકરસંક્રાંતિની ઉજવણી કરવા માટે પતંગ દોરી અને ખાણીપીણીની બજારોમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે સિઝનેબલ વેપારી ઝાકીરભાઈ પરમાર દ્વારા જણાવવામાં આવેલી વિગત અનુસાર, ચાલુ વર્ષે 25 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. અને અત્યારથી સુરેન્દ્રનગર જિલ્લાવાસીઓ દોરી-પતંગની ખરીદી કરી રહ્યા છે. અને ઉત્તરાયણની તૈયારીઓ સુરેન્દ્રનગર જિલ્લાવાસીઓ દ્વારા શરૂ કરી નાંખવામાં આવી છે.
દોરી ઉત્પાદકોમા પણ હાલમાં ઉત્સાહનો માહોલ સર્જાઈ જવા પામ્યો છે ત્યારે છેલ્લા દસ વર્ષમાં સૌથી વધુ સુરેન્દ્રનગર જિલ્લામાં ઉત્તરાયણ પહેલા જિલ્લાવાસીઓ દ્વારા દોરી પતંગ અને ખાણીપીણીની વસ્તુઓની ખરીદી શરૂ કરવામાં આવી છે અને હાલમાં સુરેન્દ્રનગર જિલ્લાની બજારોમાં પતંગ દોરી ખરીદવા માટે ઘરાકીનો માહોલ જોવા મળી રહ્યો છે. અને ચાલુ વર્ષે 25 ટકા જેટલો વધારો પતંગ દોરી અને ખાણીપીણીની વસ્તુમાં નોંધાવા પામ્યો છે.