સુરત શહેર હીરા નગરી તરીકે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. ઔદ્યોગિક અને વિકાસ તરફ આગળ વધી રહેલા સુરત શહેર હવે ફિલ્મોના શૂટિંગ માટેનું પસંદગીનું શહેર પણ બની રહ્યું છે. ત્યારે સુરતના ભાગળ વિસ્તારમાં ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મનું શૂટિંગ જોવા મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા તો બીજી તરફ ફિલ્મનું શૂટિંગ અને લોકોની ભીડ વચ્ચે અહી ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.
મહત્વનું છે કે ભાગળ ચાર રસ્તા વિસ્તાર લોકોથી ભરચક રહેતો વિસ્તાર છે. આ ઉપરાંત અહી ફિલ્મનું શૂટિંગ થતું હોય લોકોની ભીડ પણ આ શૂટિંગને જોવા માટે ઉમટી પડી હતી. જેથી ભારે ટ્રાફિકજામ થતાં વાહન ચાલકો ટ્રાફિકજામમાં ફસાયા હતા