પાટણ : 20 ફેબ્રુઆરી
પાટણ જિલ્લાની એક દિવસની મુલાકાતે પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરવા ગામે અને પાટણ ખાતે આવેલા પૌરાણીક મહાકાળી માતાજીના મંદિરે ભક્તિભાવપૂર્વક માતાજીની પૂજા-અર્ચના અને આરતી કરી આશીર્વાદ મેળવ્યા હતા.
મહાકાળી મંદિરના પુજારીએ માતાજીના આશીર્વાદરૂપ ચુંદડી અર્પણ કરી મુખ્યમંત્રીનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતુ.
આ પ્રસંગે ભાજપા પ્રદેશ મહામંત્રી રજની પટેલ ,ધારાસભ્ય દિલીપકુમાર ઠાકોર, બળવંતસિંહ રાજપૂત, નંદાજી ઠાકોર, દશરથજી ઠાકોર, મોહનભાઈ પટેલ, રણછોડભાઈ દેસાઈ સહિત પદાધિકારીઓ, કલેકટર સુપ્રિત સિંઘ ગુલાટી, જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સહિત અધિકારીઓ તથા સુવિખ્યાત તબીબ અને યુ.એન.મહેતા ઈન્સ્ટિટ્યુટ ઑફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરના ડિરેક્ટર ડૉ.આર.કે.પટેલ ઉપસ્થિત રહ્યાં હતા.