Home પોરબંદર સમુદ્રની મધ્યમાં સાહસ : પોરબંદરમાં સમુદ્રની મધ્યમાં ધ્વજવંદન કરી રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કર્યો

સમુદ્રની મધ્યમાં સાહસ : પોરબંદરમાં સમુદ્રની મધ્યમાં ધ્વજવંદન કરી રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કર્યો

164
0

સમુદ્રની મધ્યમાં સાહસ : પોરબંદર માં સમુદ્રની મધ્યમાં ધ્વજવંદન કરી રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કર્યો

આજે 26 મી જાન્યુઆરી દેશ ભરમાં સ્કૂલ કોલેજો  થી લઈ સહકારી કચેરીઓ માં ધ્વજ વંદન કરી ભારતીય નાગરિકો રાષ્ટ્ર પ્રેમ વ્યક્ત  કરે છે ત્યારે પોરબંદર માં અનોખી રીતે ધ્વજવંદન કરવામાં આવે  છે અહીં શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ  દ્વારા સમુદ્રમાં સાહસ વૃત્તિ સાથે રાષ્ટ્ર પ્રેમ વ્યક્ત કરવામાં આવે છે પોરબંદર ના  સમુદ્રમાં શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ ના મેમ્બરો દર વર્ષે 15 ઓગસ્ટ અને 26 જાન્યુ આરી ના રોજ સમુદ્રની મધ્યમાં ધ્વજવંદન કરે છે તો આ ધ્વજવંદન નિહાળવા અનેક લોકો ઉમટે છે

શ્રી રામ સી સ્વીમીંગ ક્લ્બ દ્વારા સાહસ વૃત્તિની વિવિધ સ્પર્ધાઓ યોજાય છે

પોરબંદર શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ  દ્વારા નેશનલ લેવલે  સ્વિમિંગ કોમ્પિટિશન મેરેથોન દોડ તથા ક્યાકીંગ સહીત એડવેન્ચર સપોર્ટ સહીત ની સ્પર્ધાઓ યોજાય છે તાજેતર માં સ્વીમે થોન યોજાઈ હતી જેના વિજેતા ઓને આજે શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ  દ્વારા ઇનામ વિતરણ કરાયા હતા

દિવ્યાંગો અને મહિલાઓ પણ કરે છે ધ્વજવંદન

પોરબંદર માં યોજાતા સમુદ્રમાં  ધ્વજવંદન માં શ્રી રામ સ્વિમિંગ ક્લબ ના મેમ્બરો માં પુરુષો તો સાહસ દાખવે છે પરંતુ મહિલાઓ બાળકો અને દિવ્યાંગજનો પણ આ સાહસ થી બાકી નથી રહેતા પોરબંદર માં રહેતા અભય દત્તાણી દિવ્યાંગ હોવા છતાં વર્ષોથી સ્વિમિંગ કરે છે અને ફિઝીકલી ફિટ છે લોકો ને પણ સ્વિમિંગ કરવા માટે નો સંદેશો પાઠવ્યો હતો તેના પિતા એ પણ જણાવ્યું હતું કે દિવ્યાંગ હોવા છતાં અભય સ્વિમિંગ કરવામાં રસ ધરાવેછે અને પિતા પુત્ર બન્ને સાથે  સ્વિમિંગ કરે છે આજે ધ્વજવંદન નિમિતે  ધ્વજવંદન કરી ગર્વ ની લાગણી અનુભવી હતી આ ઉપરાંત શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ ના હંસાબેને પણ જણાવ્યું હતું કે તેઓ દર વર્ષે સમુદ્રની મધ્યમાં ધ્વજવંદન કરે છે અને આ સાહસ વૃત્તિ થી અનેક મહિલાઓ ને પણ સાહસ કરવાનો સંદેશો પાઠવ્યો હતો અને સાહસ સાથે રાષ્ટ્રપ્રેમ ની ભાવના જાગૃત થાય    તે હેતુથી આ ધ્વજ વંદન કરવામાં આવે છે તેમ શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ  ના પ્રમુખ હિતેશ પરમારે જણાવ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here