Home સુરેન્દ્રનગર શ્રી સર જે. હાઇસ્કૂલ,લીંબડીના પ્રાર્થના હોલમાં ધોરણ 1 થી 8 ના વાલી...

શ્રી સર જે. હાઇસ્કૂલ,લીંબડીના પ્રાર્થના હોલમાં ધોરણ 1 થી 8 ના વાલી સંપર્ક સંમેલન તથા વિદ્યાર્થી માર્ગદર્શન અને સન્માનના કાર્યક્રમનું આયોજન

188
0

સુરેન્દ્રનગર: 23 ડિસેમ્બર


શ્રી લીંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રી એચ. કે. કુમાર શાળા,  લીંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રી સર જે. હાઇસ્કૂલ,લીંબડીના પ્રાર્થના હોલમાં ધોરણ 1 થી 8 ના વાલી સંપર્ક સંમેલન તથા વિદ્યાર્થી માર્ગદર્શન અને સન્માનના કાર્યક્રમનું આયોજન થયું. જેમાં કેળવણી મંડળના સહમંત્રી અને વિઝન 2024 ના સ્વપ્નદ્રષ્ટા માનનીય શ્રી પ્રકાશભાઈ સોની સાહેબ અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા. તેમજ ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા નિગમના પૂર્વ ચેરમેન શ્રી શંકરભાઇ દલવાડી તથા સર જે. હાઈસ્કૂલના આચાર્યશ્રી મનુભાઈ જોગરાણાની મહેમાન તરીકે પ્રેરક ઉપસ્થિતિ હતી. શાળાના આચાર્યશ્રી અને સમગ્ર શાળા પરિવાર તથા વિશાળ સંખ્યામાં વાલી ભાઈ – બહેનો આ સંમેલનમાં હાજર રહ્યા હતા. જેમાં બાળકોના સર્વાંગી વિકાસમાં બાળક – પાલક અને ચાલકની શું ભૂમિકા છે? આ અંગે પ્રેરક માર્ગદર્શન રજૂ થયું હતું. વાલી મિત્રોએ પણ પોતાના પ્રતિભાવો દ્વારા શાળા પરિવારના વિદ્યાર્થી ઘડતરના પ્રયત્નોને બિરદાવ્યા હતા અને પોતાનો સાથ સહકાર આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
લીંબડી કેળવણી મંડળના સહમંત્રી શ્રી પ્રકાશભાઈ સોની સાહેબે મંડળનો મંગલમય અને સેવાભાવી સુર વ્યક્ત કરી ભાવી યોજનાઓ અને સૌની સક્રિય ભૂમિકાઓ વિશે માર્ગદર્શન આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

અહેવાલ : સચિન પીઠવા, સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here