Home કાલોલ વેજલપુર પોલીસની ડ્રાય ડેની પરેડ કે રેડ ?: વેજલપુર પોલીસના હદ વિસ્તારના...

વેજલપુર પોલીસની ડ્રાય ડેની પરેડ કે રેડ ?: વેજલપુર પોલીસના હદ વિસ્તારના ગામેથી પોલીસે કુલ ૧૪ લીટર દેશી દારૂ ઝડપીને કાર્યવાહી કરી

240
0

કાલોલ: 31 ડિસેમ્બર


વેજલપુર પોલીસની ડ્રાય ડેની પરેડ કે રેડ ?: વેજલપુર પોલીસના હદ વિસ્તારના પરુણા, કરણપુરા, જીતપુરા અને મેહલોલ ગામેથી પોલીસે કુલ ૧૪ લીટર દેશી દારૂ ઝડપીને કાર્યવાહી કરી.

વિશ્વ ફલક પર ૨૦૨૨ના છેલ્લા દિવસની ઉજવણી કરવા માટે લોકોમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા ગાંધીના ગુજરાતની અસ્મિતાના અભિગમ અનુસાર ૨૫ ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર ડ્રાય ડેની પરેડ કરવામાં આવે છે જેમાં પ્રોહીબેશનના કેસો‌ કરવામાં આવે છે. જે અભિગમ અનુસાર વેજલપુર પોલીસે પણ વેજલપુર પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં પરેડ અને પેટ્રોલીગ કરીને પરુણા,કરણપુરા,જીતપુરા અને મેહલોલ ગામે કેટલાક ઈસમો પોતાના રહેણાંક મકાનમાં દેશી દારૂનો જથ્થો રાખી વેપાર ધંધા કરતા હોય એવા પરુણા ગામેથી ૩ લીટર, કરણપુરા ગામેથી ૪ લીટર, જીતપુરા ગામેથી ૪ લિટર, મેહલોલ ગામેથી ૩ લીટર એમ કુલ મળીને ૧૪ લીટર દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને રેડ દરમ્યાન દારૂનો જથ્થો રાખીને વેપલો કરતા ત્રણ મહિલાઓ સહિત એક પુરુષ ફરાર થઈ ગયાં હતાં. જેથી વેજલપુર પોલીસે પ્રોહીબેશનનો ભંગ કરતા તમામ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. જોકે થર્ટી ફર્સ્ટ ડે એન્ડ નાઇટ માટે વેજલપુર કાલોલના અનેકવિધ રીતે ઈંગ્લીશ દારૂનો વેપલો કરતા બુટલેગરો હોવાનું ચર્ચાઇ રહ્યું છે ત્યારે મગરમચ્છ જેવા બુટલેગરોને છોડીને દેશી દારૂના નાની માછલીઓ પકડીને પોલીસ કેવી નીતિ આચરી રહી છે હાસ્યાસ્પદ આશ્ચર્ય પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

અહેવાલ : : મયુર પટેલ, કાલોલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here