Home આણંદ વિશ્વ યોગ દિનને લઇ આણંદ જિલ્લા તંત્ર દ્વારા કરાઇ વ્યવસ્થા …

વિશ્વ યોગ દિનને લઇ આણંદ જિલ્લા તંત્ર દ્વારા કરાઇ વ્યવસ્થા …

96
0

દર વર્ષે 21 જૂનના રોજ “વિશ્વ યોગ દિવસ” ની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ યોગ દિનની ઉજવણીના ભાગરુપે રાજ્ય , જિલ્લા , તાલુકામાં આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ વર્ષે એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ ની થીમ પર યોજનાર વિશ્વ યોગ દિવસ નિમિત્તે આણંદ જિલ્લાના વલ્લભ વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાન ખાતે જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે.

આણંદ વિદ્યાનગરના 5 હજારથીવધુ લોકો એક સાથે યોગ કરી શકે તેવી વ્યવસ્થા કરાશે. જેને ધ્યાને લઈ વિશ્વ યોગ દિવસની ઉજવણીના સુચારૂ આયોજન માટે જિલ્લા કલેકટર ડી.એસ. ગઢવીના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. આ બેઠકમાં કલેકટરે યોગ દિવસની ઉજવણીનું સુચારૂ આયોજન થાય તે જોવાનું જણાવી, જિલ્લાકક્ષા ઉપરાંત તાલુકા, નગરપાલિકા અને ગ્રામ્ય કક્ષાએ યોગ દિનની ઉજવણી થાય અને તેમાં સામાજિક, ધાર્મિક, સ્વૈચ્છિક સંસ્થાઓ, વિવિધ એસોસીએશન, સહકારી મંડળીઓ, શાળાઓ, કોલેજો વગેરે પણ સહભાગી બને તેવું આયોજન કરવા જણાવ્યું હતું.

કલેક્ટરે યોગ દિવસની ઉજવણીમાં રમતવીરો જોડાય સાથો- સાથ જિલ્લાના વિવિધ ધાર્મિક- સાંસ્કૃતિક પ્રવાસન સ્થળોએ ઉજવણી થાય તે જોવા તેમજ કાર્યક્રમના સ્થળે સેલ્ફી પોઇન્ટ ઊભા કરી વધુમાં વધુ લોકો ઉજવણીમાં સહભાગી બને તેવા આયોજનની સાથે યોગ માટે પસંદ કરેલા સ્થળે લાઈટ, બેઠક વ્યવસ્થા, સ્વચ્છતા, સ્ટેજ, પીવાનું પાણી વગેરે વ્યવસ્થાઓ સુચારૂ રૂપે થાય તે જોવા અનુરોધ કર્યો હતો.

કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાન ખાતે કરવામાં આવનાર છે, આ કાર્યક્રમ બાદ રેડ ક્રોસ સોસાયટી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વ યોગ દિવસની લોકોમાં જાગૃતતા આવે તે માટે 21 જૂન સુધી વિવિધ વિસ્તારોમાં સંસ્થાના સહયોગથી યોગના કાર્યક્રમો યોજાનાર છે, જે અંતર્ગત આંકલાવડી સ્થિત રવિશંકર મહારાજના આશ્રમ ખાતે આગામી તા. 20 જૂનના સવારે 8-00 કલાકે કાર્યક્રમ યોજાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here