Home Trending Special વાવાઝોડું ટકરાયું ત્યારે કેવું હતું તેનુ રુપ … શું થશે હવે …...

વાવાઝોડું ટકરાયું ત્યારે કેવું હતું તેનુ રુપ … શું થશે હવે … જુઓ હવામાન વિભાગનો અહેવાલ

135
0

કચ્છ જિલ્લાના જખૌ બંદરે મધરાતે વાવાઝોડું ટકરાયું હતું. વાવાઝોડાએ લેન્ડફોલ વખતે ભયાનક રુપ ધારણ કર્યું હતું. ચક્રવાત વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાંથી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં ફેરવાયું છે. જે આજે સાંજ સુધીમાં વાવાઝોડું ડીપ્રેશનમાં ફેરવાઈ જશે. ત્યારે વાવાઝોડું આગળ કેવી સ્થિતિ ધારણ કરશે તે અંગે હવામાન વિભાગે માહિતી આપી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીએ માહિતી આપતા જણાવ્યું કે, વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ ઉત્તર પૂર્વથી સૌરાષ્ટ્ર કચ્છ કોસ્ટ ક્રોસ કર્યું. તેણે જખૌ પોર્ટ પાસે રાત્રે 10.30 થી 11.30 વાગ્યા દરમિયાન ક્રોસ કર્યું હતું. રાત્રે 11 વાગ્યાથી 11:30 સુધી તેની લેન્ડફોલ પ્રોસેસ રહી હતી. લેન્ડફોલ સમયે 115 થી 125 કિલોમીટર પ્રતિ કલાકથી લઈને 140 કિલોમીટર સુધી પવન ફૂંકાયો હતો. જખૌ પોર્ટથી 10 કિલોમીટર દૂર ઉત્તર દિશામાંથી વાવાઝોડું પસાર થયું હતું. વાવાઝોડાના આઈના સંપૂર્ણ લેન્ડ ફોલ 10:30 થી 11:30 સુધી થયું હતું.

વાવાઝોડાની હાલની સ્થિતિ વિશે જણાવ્યું કે, હાલ વાવાઝોડું સૌરાષ્ટ્ર કચ્છ ઉપર યથાવત છે. વાવાઝોડાને વીક થતા થોડો સમય લાગશે. સ્ટેપ બાય સ્ટેપ સાંજ સુધી વાવાઝોડાનું ડિપ્રેશન થઈ શકે છે. વાવાઝોડું વિક પડીને સાયક્લોનિક સ્ટોર્મ થશે અને બાદમાં ડિપ્રેશન બની વાવાઝોડું પૂર્ણ થશે. આજે સવારના સમય દરમિયાન વાવાઝોડું વિક પડી શકે છે તેવી સંભાવના છે. જેના બાદ આજે સાંજે અથવા તો આવતીકાલે સવાર સુધીમાં વાવાઝોડું સિવિયર સાયક્લોનમાંથી સાયક્લોનિક સ્ટોર્મ અને બાદમાં ડિપ્રેશનમાં પરિણમશે. વાવાઝોડાને કારણે હજુ 60 થી 70 km ની ઝડપે પવન ફૂંકાશે તેમજ ભારે વરસાદ પણ રહેશે. જો કે કાલ કરતાં પવનની ગતિ ઓછી રહેશે. વાવાઝોડા બાદ વરસાદ પણ રહેશે. આ વિશે ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, વાવાઝોડા બાદ સૌરાષ્ટ્ર કચ્છમાં ભારથી અતિ ભારે વરસાદ રહેશે. તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા પાટણમાં ભારે વરસાદ રહેશે. કચ્છ, દ્વારકા, જામનગરમાં ભારે વરસાદની આગાહી હજી પણ છે. પરંતું અમદાવાદમાં છૂટો છવાયો સામાન્ય વરસાદ રહી શકે છે. હજુ પણ માછીમોરા માટે દરિયો ન ખેડવાના વોર્નિંગ યથાવત છે. તેમજ દરિયાની સ્થિતિ બદલાતા હવે Lcs 3 સિગ્નલ લગાવાશે. આ પહેલા ગ્રેડ લાઈન 9 અને ગ્રેડ લાઈન 10 સિગ્નલ આપવામાં આવ્યું હતું, જે હટાવી લેવાની સૂચના અપાઈ છે. Lcs 3 સિગ્નલનો મતલબ હજુ પણ પૂર આવવાની શક્યતા રહેલી છે.

તેમણે કહ્યું કે, હાલ વાવાઝોડાની આંખ દેખાઈ નથી રહી. પરંતું લેન્ડફોલ સમયે જ્યારે આંખ દેખાતી હતી ત્યારે તે 50 કિલોમીટરમાં ફેલાયેલી હતી. આજે પૂરું વાવાઝોડું પૂર્ણ નહીં થાય. પરંતુ સાંજે અથવા તો આવતીકાલ સવાર સુધીમાં ડિપ્રેશન બનીને પૂર્ણ થશે તેવી શક્યતા છે. વાવાઝોડા દરમિયાન સૌથી વધુ ગાંધીધામમાં 67 MM વરસાદ નોંધાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here