Home Trending Special વાવાઝોડામાં કેટલાં સિગ્નલો હોય છે ….. શા માટે મુકવામાં આવે છે આ...

વાવાઝોડામાં કેટલાં સિગ્નલો હોય છે ….. શા માટે મુકવામાં આવે છે આ સિગ્નલો…. જાણો આ અહેવાલમાં ….

140
0

હાલ ગુજરાતમાં અનેક દરિયાઈ કાંઠા વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડું મંડરાઈ રહ્યુ છે. ત્યારે સંભવિત વિસ્તારોમાં સિગ્નલો લગાવવામાં આવે છે.  ત્યારે હવામાન વિભાગે  દરિયાઈ કાંઠે એલર્ટ માટે ૧ થી ૧૧ સિગ્નલો લગાવવામાં આવ્યા છે. વાવાઝોડું  ત્રાટકવાનું હોય ત્યારે સૌપ્રથમ સિગ્નલો દરિયાઈ ખેડૂત ,મીઠું પકવતા અગિયારીઓ અને દરિયાના નીચાણ વિસ્તારમાં વસવાટ કરતા લોકોની સાવચેતી માટે મુકવામાં આવે છે. વાવાઝોડાને લઇને તંત્ર પણ અગમચેતીના ભાગરૂપે સિગ્નલો બદલતું રહે છે. આ સિગ્નલો લોકોને વિપરીત પરીસ્થિતીથી ઉજાગર કરે છે.  તેમજ તંત્રને પણ હવામાનની પરિસ્થિતિને લઇને સિગ્નલ નંબર વધારવામાં આવે તો અલગ અલગ દળોને તૈનાત કરી દેવામાં આવે છે અને સંકટ વધારે હોય તે સમયે આ દળો આજુબાજુ વસવાટ કરતા લોકોનું સ્થળાંતર કરાવતું હોય છે .

આ સમયે હવામાન વિભાગ દ્વારા બંદરો પર દિવસમાં આશરે ચાર વખત  અને વાવાઝોડા સમયે દર બે કે ત્રણ કલાકે સિગ્નલો દ્વારા સૂચનો અપાતા હોય છે ત્યારે જાણીએ 1 થી 11 સુધીના સિગ્નલો વિષે…

સિગ્નલ 1 :

આ સિગ્નલ દરિયાથી દુર નીચા દબાણવાળા વિસ્તારને ચેતવણી આપવા માટે અપાય છે જ્યાં પવનની ગતિ 60 કિમી પ્રતિ કલાકની ઝડપે હોય છે. સાથે સાથે આ સિગ્નલ એ પણ દર્શાવે છે કે બંદરને અસર નહિ થાય પરંતુ પવનની ગતિમાં ફેરફાર થઇ શકે છે.

સિગ્નલ 2 :

સમુદ્રથી દૂર 60-90 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનની ઝડપ સાથે ડિપ્રેશન રચાય છે. ત્યારે આ સિગ્નલ જહાજોને બંદરો પરથી ખસી જવા સૂચન કરે છે.

સિગ્નલ 3:

આ સિગ્નલ નંબર 3 દર્શાવે છે કે, 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનની ઝડપ સાથે વાવાઝોડું બંદર પર ત્રાટકવાની શક્યતા છે.

સિગ્નલ 4:

દરિયામાં ડીપ ડિપ્રેશનને કારણે બંદરોને પાછળથી અસર થવાની શક્યતા છે. 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આ સંકેત દર્શાવે છે કે, બંદર પર ઉભેલા જહાજો પર ખતરો છે. પોર્ટ પર ખરાબ હવામાન માટે સિગ્નલ 3 અને 4નો ઉપયોગ કરવામાં આવે છે.

સિગ્નલ 5:

5 નંબરનું સિગ્નલ ડીપ ડિપ્રેશનનો સંકેત સૂચવે છે.  60-80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે  અને તોફાન દરિયાકાંઠાથી ડાબી બાજુ ફંટાશે.

સિગ્નલ 6:

સિગ્નલ 6 પણ સિગ્નલ 5 જેવું જ છે, પરંતુ તે સૂચવે છે કે વાવાઝોડું બંદરની જમણી બાજુએ કિનારો પર તીવ્રતાથી ફંટાશે.

સિગ્નલ 7:

સિગ્નલ 7 નો અર્થ છે કે ચક્રવાતી તોફાન બંદરની નજીકથી આગળ વધશે અથવા સંપૂર્ણપણે દરિયાકાંઠાને પાર કરશે. સિગ્નલ 5, 6 અને 7 વધુ  જોખમને સૂચવે છે.

સિગ્નલ 8

આ 8 સિગ્નલ  એક ખૂબ જ ખતરનાક ચેતવણી છે, જેનો અર્થ છે કે ચક્રવાત હવે બંદરથી ડાબે બાજુથી ખૂબ જ તીવ્રતાથી ટકરાશે.  આ વાવાઝોડામાં પવનની ગતિ 90 થી 120 કિમી પ્રતિ કલાકની રહે છે.

સિગ્નલ 9:

સિગ્નલ 8 ની જેમ, આ પણ એક ખૂબ જ ખતરનાક ચેતવણી છે, જેનો અર્થ છે કે ચક્રવાત બંદરની જમણી બાજુથી ખૂબ જ તીવ્રતાથી  આગળ વધશે.

સિગ્નલ 10:

સિગ્નલ 8 અને 9 પછી આ સિગ્નલ વધુ ખતરનાક છે, જેનો અર્થ છે કે, બંદર પર અથવા તેની નજીક ખૂબ જ તીવ્ર ચક્રવાત આવશે. પવનની ઝડપ 220 કિમી પ્રતિ કલાક કે તેથી વધુ થઈ શકે છે.

સિગ્નલ -11

સિગ્નલ 11 ખૂબજ ભીષણ તોફાનનો એલાર્મ આપે છે. જેમાં કમ્યુનિકેશનની પણ તમામ સિસ્ટમ ફેઇલ થઇ જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here