Home રાજ્ય વાવાઝોડાની ફલાઇટ પર પડી અસર …. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તમામ એરપોર્ટ બંધ...

વાવાઝોડાની ફલાઇટ પર પડી અસર …. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તમામ એરપોર્ટ બંધ …

77
0

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. વાવાઝોડાને લઈને વહીવટી તંત્ર પણ એલર્ટ મોડ ઉપર છે. વાવાઝોડાની તીવ્રતાને ધ્યાનમાં રાખી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તમામ એરપોર્ટ પરથી ફ્લાઈટ રદ્દ કરી દેવામાં આવી છે.  બિપરજોય વાવાઝોડાની અસર રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વર્તાવા લાગી છે. વાવાઝોડાની અસરના પગલે વહેલી સવારથી જ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના અનેક જિલ્લાઓમાં વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. વાવાઝોડાને લઈને વહીવટી તંત્ર પણ એલર્ટ મોડ ઉપર છે. વાવાઝોડાની તીવ્રતાને ધ્યાનમાં રાખી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તમામ એકપોર્ટ પરથી ફ્લાઈટ રદ્દ કરી દેવામાં આવી છે.

વર્ષો પછી આ પહેલી ઘટના છે જ્યારે માત્ર રાજકોટ એરપોર્ટ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રભરના એરપોર્ટ પરથી ફ્લાઈટના ઓપરેશન બંધ કરાયા છે. રાજકોટની વાત કરીએ તો દિલ્હી, મુંબઈ અને સુરત જતી પાંચ ફ્લાઇટ રદ કરાઈ છે. રાજકોટ એરપોર્ટનો ઉપયોગ માત્ર ઇમરજન્સી કે રેસ્ક્યું માટે જ કરાશે. વાવાઝોડાની સ્થિતિને ધ્યાનમાં લઈ રાજકોટમાં બે NDRF ટીમ અને બે હેલિકોપ્ટર સ્ટેન્ડ બાય રખાયા છે.

રાજકોટ સિવાય જામનગર, ભાવનગર, દિવ, કેશોદ સહિતના એરપોર્ટ પરથી પણ જતી ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે. તમામ એરપોર્ટનો ઉપયોગ ઈમરજન્સી ફ્લાઈટ લેન્ડ કે ટેકઓફ માટે જ થશે. જો કે આ અંગે મુસાફરોને અગાઉથી જ જાણ કરી દેવામાં આવી હતી જેથી મુસાફરોને પણ વાવાઝોડાની સ્થિતિમાં હાલાકીનો સામનો ન કરવો પડે.  બિપરજોય વાવાઝોડાની તીવ્રતા અને જોખમને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાયો છે. જો કે વર્ષો પછી આ પહેલીવાર છે જ્યારે સૌરાષ્ટ્રના એકપણ એકપોર્ટ પરથી ફ્લાઈટ ઉડી નથી. આવતી કાલે ફ્લાઈટ્સ માટે એરપોર્ટ કાર્યરત થશે કે નહીં તે અંગે ટુંક સમયમાં નિર્ણય જાહેર કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here