Home સુરેન્દ્રનગર વઢવાણના ધારાસભ્યના કાર્યાલય પાસે ગંદા પાણીના મુદે નગરપાલિકા ચિફ ઓફિસરને આયોગે...

વઢવાણના ધારાસભ્યના કાર્યાલય પાસે ગંદા પાણીના મુદે નગરપાલિકા ચિફ ઓફિસરને આયોગે નોટીસ ફટકારી

258
0
સુરેન્દ્રનગર : 17 ફેબ્રુઆરી

વઢવાણ ધારાસભ્યના કાર્યાલયની ઓફિસવાળા રહેણાંક વિસ્તારની આજુબાજુ ગટરના ગંદા પાણી અંગે વિરમગામના સામાજિક કાર્યકરે સુરેન્દ્રનગરમાં માનવ અધિકાર રક્ષણની ગાંધીનગર ગુજરાત માનવ અધિકાર આયોગમાં ફરિયાદ કરી હતી. આ મામલે સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ પાલિકાના ચીફ ઓફીસરને આયોગે નોટીસ ફટકારી 20 દિવસમાં અહેવાલ મોકલવાનો આદેશ થતાં ચકચાર ફેલાઇ છે.

વઢવાણ ધારાસભ્યના કાર્યાલયની ઓફીસવાળા રહેણાંક વિસ્તારની આજુબાજુ ગટરના ગંદા પાણી બાબતે અમદાવાદ જિલ્લાના વિરમગામના સામાજિક કાર્યકર કિરીટ રાઠોડે તા. 10-1-22ના રોજ ગાંધીનગર ગુજરાત માનવ અધિકાર આયોગમાં ફરિયાદ કરી હતી. જેમાં જણાવાયું હતું કે, સુરેન્દ્રનગર નગરપાલિકા વિસ્તારમાં સ્થાનિક ધારાસભ્યની ઓફીસવાળા રહેણાંક વિસ્તારની આજુબાજુ ગટરનું દૂષિત પાણી ફેલાયેલું છે. નાગરિકોને અવરજવરમાં ખુબ હાડમારી પડી રહી છે.

જેને લઇને નાગરિકોના આરોગ્યનું જોખમ ઉભું થયું છે. આ બાબતે ગુજરાત માનવ અધિકાર આયોગ નાગરિકોનાં આરોગ્ય અને જીવન જીવવાના અધિકારના રક્ષણ માટે સુઓમોટો એકસ એકશન લઇને સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ પાલિકાના ચીફ ઓફીસર અને જિલ્લા આરોગ્ય અધિકારીને કાર્યવાહી કરવા જરુરી આદેશ કરવાની માંગ કરી હતી. પરિણામે આ પિટિશન મામલે પાલિકાના ચીફ ઓફિસરને નોટિસ ફટકારતા ચકચાર ફેલાઇ હતી.

અને જણાવાયું હતું કે આ બાબતનો યોગ્ય અહેવાલ 20 દિવસમાં આયોગને મોકલવો તેમજ અહેવાલ મોકલવામાં નિષ્ફળ જશો તો રાજ્ય આયોગ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાનો આદેશ કર્યો હતો. આ અંગે સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ નગરપાલિકાના ચીફ ઓફીસર સાગરભાઇ રાડિયાએ જણાવ્યું કે મંગળવારે ઓફીસમાં હતો ત્યાં સુધી મને હજુ સુધી આ બાબતની નોટીસ મળી નથી. તેમ છતાં બુધવારે તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે.

 


અહેવાલ: સચિન પીઠવા સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here