Home મહીસાગર લુણાવાડા વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલમાં પૂર્વ ઝોન કક્ષા અંડર-૧૭ અને ઓપન ભાઈઓ બહેનોની...

લુણાવાડા વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલમાં પૂર્વ ઝોન કક્ષા અંડર-૧૭ અને ઓપન ભાઈઓ બહેનોની ખો-ખો સ્પર્ધાનું આયોજન

122
0

મહીસાગર: 17 મે


રમશે ગુજરાત જીતશે ગુજરાતના સૂત્ર સાથે તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી. ખેલાડીઓના ખેલ કૌશલ્યને ઉજાગર કરતો ખેલ મહાકુંભ ખેલાડીઓને ખેલ પ્રતિભા પ્રદર્શિત કરવાની તક પૂરી પાડી રહ્યો છે. આ ક્રમમાં ૧૧માં ખેલ મહાકુંભની જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ બાદ ઝોન કક્ષાની સ્પર્ધાઓ યોજાઇ રહી છે.

મહીસાગર જિલ્લા રમત ગમત કચેરી દ્વારા જિલ્લાના લુણાવાડા વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલના મેદાનમાં પૂર્વ ઝોન કક્ષાની અંડર-૧૭ અને ઓપન ભાઈઓ બહેનોની ખો ખોની સ્પર્ધા યોજાઇ રહી છે. સ્પર્ધાના શુભારંભ પ્રસંગે લુણાવાડા ધારાસભ્યશ્રી જિગ્નેશભાઈ સેવકનું જિલ્લા રમત ગમત અધિકારીશ્રી મયુરીબાલા ગોહિલ અને યુવા પ્રાંત વિકાસ અધિકારીશ્રી શર્મિષ્ઠાબેન વસૈયાએ પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું.

લુણાવાડા ધારાસભ્યએ આણંદ અને વડોદરાની ટિમ વચ્ચે ટોસ ઉછાળી ખો ખો રમતની સ્પર્ધાઓનો શુભારંભ કરાવી તમામ ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આ અવસરે તેમણે તાજેતરમાં ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની લુણાવાડા મુલાકાતનો ઉલ્લેખ કરતાં જણાવ્યુ હતું કે જિલ્લાના યુવાનો પોતાની પ્રતિભા કૌશલ્ય ઉપસાવી વૈશ્વિક સ્તરે ગુજરાત અને દેશનું નામ રોશન કરે તે હેતુથી રાજયના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં મહીસાગર જિલ્લામાં ગોહિલના મુવાડાથી લુણાવાડાની વચ્ચે દેશના અત્યાધુનિક સ્પોર્ટસ સેન્ટરો જેવું જ આધુનિક સ્પોર્ટસ સેન્ટર બનાવવા માટે ૧૫ એકર જમીનમાં બનાવવાનું નકકી કરવામાં આવ્યું છે આ માટે રાજય સરકારે જગ્યાની કામગીરી પૂર્ણ કરી દીધી છે અને સ્પોર્ટસ સેન્ટરના પ્લાન માટે કામગીરી ચાલુ કરી દેવાનીરૂા. પાંચ કરોડની ફાળવણી કરી દેવામાં આવી છે.આગામી સમયમાં સ્પોર્ટસ સેન્ટર ખાતે અનેક સ્પર્ધાઓનું આયોજન થશે અને પ્રતિભાશાળી ખેલાડીઓને તેમનું કૌશલ્ય પ્રદર્શિત કરવાની તક મળશે.

પૂર્વ ઝોન કક્ષાની અંડર-૧૭ અને ઓપન ભાઈઓ બહેનોની ખો ખોની સ્પર્ધામાં મહીસાગર, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, વડોદરા ગ્રામ્ય અને શહેરી, બોટાદ, આણંદ, ખેડા જિલ્લાઓની ટીમોના ૨૦૦થી વધુ ખેલાડીઓએ ખૂબ ઉત્સાહભેર આ સ્પર્ધાઓમાં ભાગ લીધો છે. મહીસાગર જિલ્લા રમત ગમત કચેરી દ્વારા રહેવા જમવા રહેઠાણ સહિતની તમામ વ્યવસ્થાઓનું સૂચારું આયોજન કરવામાં આવ્યું છે. ખેલાડીઓએ સમગ્ર આયોજન અંગે સંતોષ વ્યકત કરતાં પોતાની ખેલ પ્રતિભાને નિખારવાની તક આપવા બદલ ગુજરાત સરકારનો આભાર વ્યકત કર્યો હતો.

અહેવાલ: રાકેશ પટેલ, મહીસાગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here