Home સુરેન્દ્રનગર લીંબડી દિગ્વીજયસિંહજી રાજપૂત છાત્રાલય ખાતે સ્ટુડન્ટ માસ્ટરી ટ્રેનિંગનું આયોજન કરાયું…

લીંબડી દિગ્વીજયસિંહજી રાજપૂત છાત્રાલય ખાતે સ્ટુડન્ટ માસ્ટરી ટ્રેનિંગનું આયોજન કરાયું…

153
0
સુરેન્દ્રનગર : ૧૨ જાન્યુઆરી

લક્ષ્ય, જવાબદારી અને પોતાના પરનો વિશ્વાસ દરેક વિદ્યાર્થીને સફળતા અપાવશે : અભિજીતસિંહ જાડેજા

લીંબડી દિગ્વીજયસિંહજી રાજપૂત છાત્રાલય ખાતે સ્ટુડન્ટ માસ્ટરી ટ્રેનિંગનું આયોજન કરાયું હતું. સ્ટુડન્ટ સક્સેસ કોચ અને મુખ્ય વક્તા અભિજીતસિંહ જાડેજાએ રાજપૂત છાત્રાલયના દીકરા, દીકરીઓને સામાન્ય છાત્રોમાંથી માસ્ટર વિદ્યાર્થી બનવાના રહસ્ય જણાવ્યા હતા. વિદ્યાર્થીઓને જીવનમાં લક્ષ્યનું મહત્વ, લક્ષ્ય કેવી રીતે નક્કી કરવું, લક્ષ્ય કેવી રીતે પ્રાપ્ત કરવું તેની ઊંડાણપૂર્વક સમજ પુરી પાડી હતી. વિદ્યાર્થીઓને મનની શક્તિઓનો કેવી રીતે ઉપયોગ કરી શકે, યાદશક્તિને કેવી રીતે ટ્રેઈન કરી શકે, ભણવામાં શા માટે વધુ માર્ક્સ મેળવવા જરૂરી છે. પોતાના નક્કી કરેલા લક્ષ્યથી ભટકી ન જવાય તે માટે જરૂરી બાબતોનું ધ્યાન દોર્યું હતું.

(અભિજીતસિંહ જાડેજા)

તમારા વિચારો જ તમારી જિંદગીના રચનાકાર છે. સાથે પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી અને પરીક્ષાનો ડર કેમ દૂર કરવો તે બાબતે ઉપયોગી સૂચનો કર્યાં હતા. લીંબડી દિગ્વીજયસિંહજી રાજપૂત છાત્રાલયના દીકરા દીકરીઓએ ખૂબ જ ઉત્સાહ પૂર્વક ટ્રેનિંગનો લાભ મેળવ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા મહેન્દ્રસિંહ રાણા-ભોયકા, રામદેવસિંહ રાણા-અચારડાએ સહયોગ આપ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા પ્રિન્સિપાલ પ્રવીણસિંહ ઝાલા, મેહુલસિંહ ઝાલા-કારોલ સહિતે જહેમત ઉઠાવી હતી.


અહેવાલ : સચિન પીઠવા, સુરેન્દ્રનગર 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here