Home Trending Special રાધનપુર નગરપાલિકાના બે લાંચિયા એન્જીનીયર ACBની ઝપેટમાં…

રાધનપુર નગરપાલિકાના બે લાંચિયા એન્જીનીયર ACBની ઝપેટમાં…

154
0
પાટણ : ૭ જાન્યુઆરી

રાધનપુર નગરપાલિકા ના બે એન્જિનિયરો આજે વેપારી પાસેથી કોમર્શિયલ બાંધકામ ના બીયુ પરમિશન માટે વેપારીની ઓફિસમાં જ રૂપિયા બે લાખની લાંચ સ્વીકારતા એસીબી પોલીસના હાથે ઝડપાઇ જતા ચકચાર મચી છે. જ્યારે નગરપાલિકાના કર્મચારીઓ અને જિલ્લાના લાંચિયા અધિકારીઓ કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.

રાધનપુર ચાર રસ્તા પર ગણેશ કોમ્પલેક્ષમાં ઓફિસ ધરાવતા વેપારીએ પોતાના નવા કોમર્શિયલ બાંધકામ માટે બીયુ પરમિશન મેળવવા નગરપાલિકામાં અરજી આપી હતી જે અરજી સંદર્ભે વેપારી નગરપાલિકામાં ગયા હતા.ત્યારે નગરપાલિકાના પ્લાનિંગ આસિસ્ટંટ એન્જિનિયર સરસિજસિંગ માલવસિંગ જાદવે બે લાખની લાંચની માગણી કરી હતી અને તે રૂપિયા નગરપાલિકાના કરાર આધારીત ઓથોરાઇઝ્ડ એન્જિનિયર સંજય નટવરલાલ પ્રજાપતિને આપવાનું કહ્યું હતું.પરંતુ વેપારી લાંચની રકમ આપવા માંગતા ન હતા આથી તેણે પાટણ એસ. સી.બી કચેરીનો સંપર્ક કર્યો હતો.

દરમિયાન એસીબી પોલીસે છટકું ગોઠવી વેપારીની રાધનપુર ચાર રસ્તા પર આવેલ ગણેશ કોમ્પલેક્ષની ઓફિસમા સંજય નટવરલાલ પ્રજાપતિને બોલાવતા તે પ્લાનિંગ આસિસ્ટંટ એન્જિનિયર સરસીજસિંગ માલસિંગ જાદવ વતી રૂપિયા બે લાખની રકમની માગણી પૈસા સ્વીકારતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. આબાદ રીતે સાણસા સપડાયેલા નગરપાલિકાના પ્લાનિંગ આસિસ્ટંટ એન્જિનિયર અને લાઇસન્સિંગ એન્જિનીયરની અટકાયત કરી ACB પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


અહેવાલ: પ્રતિનિધિ,પાટણ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here