Home રાજ્ય રાજ્યમાં શાંત પડેલો વરસાદ અચાનક જ કરી શકે છે એન્ટ્રી … ,...

રાજ્યમાં શાંત પડેલો વરસાદ અચાનક જ કરી શકે છે એન્ટ્રી … , હવામાન વિભાગે કરી આગાહી …

194
0

છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે રાજ્યભરમાં વિરામ લીધો છે. ત્યારે હવે ગુજરાતમાં અચાનક  શાંત થઈ ગયેલું ચોમાસું ફરી સક્રિય થવાની શક્યતા સવાઇ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં ફરી ત્રણ દિવસ માટે વરસાદ પડી શકે છે. ત્યારે જાણીએ ચોમાસાના નવા રાઉન્ડ વિશે અને કયા કયા જિલ્લામાં પડી શકે છે ભારે થી અતિભારે વરસાદ..!

ત્યારે વરસાદને લઈને હવામાન વિભાગે બે દિવસ વરસાદની આગાહી કરી છે. આજથી વરસાદની ગતિમાં વધારો થશે.તેમજ બે દિવસ બાદ રાજ્યભરમાં વરસાદ રહેશે.હવામાન વિભાગની આગાહી અનુસારશ્રાવણમાં ચોમાસાનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે. ત્યારે હવે ટૂંક વિરામ બાદ વરસાદ પડી શકે છે.વરસાદની રાહ જોઈ બેઠેલા ખેડૂતો અને સામાન્ય લોકો વરસાદ વરસતા રાહતનો શ્વાસ અનુભવી શકશે.  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર19થી 21 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ફરી વરસાદ પોતાનું જોર બતાવશે.ત્યારે આજે વહેલી સવારથી વાતાવરણ વરસાદી માહોલ જેવો પલટો આવ્યો છે.

આ વિષે હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતી જણાવે છે કે, શનિવારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, તેમજ રવિવારે વલસાડ, નવસારી, ડાંગ, છોટાઉદેપુર, નર્મદા સહિતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ પડી શકે છે. ત્યારે ગુજરાતમાં સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદ પડ્યો નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here