Home અંબાજી રાજપૂત કરની સેના સમાજ દ્વારા ગુજરાત એકતા યાત્રા નું આયોજન કરાયું……

રાજપૂત કરની સેના સમાજ દ્વારા ગુજરાત એકતા યાત્રા નું આયોજન કરાયું……

109
0

અંબાજી : 5 મે


તા.૦૪ મે ના રોજ યાત્રા અંબાજી આવી પહોંચી…..

ગુજરાત રાજપૂત કરણી સેના દ્વારા સમગ્ર ગુજરાત માં રાજપૂત સમાજ ના ઉત્થાન અર્થે યાત્રા નુ આયોજન કરવામાં આવ્યું છે જેમાં આ યાત્રા દ્વારા ગુજરાત ના વિવિધ ભાગો માં પરિભ્રમણ કરી રાજપૂત સમાજ ના કુરિવાજો ને દૂર કરવા અને આધુનિક યુગ અનુસાર સમાજ ના નવ નિર્માણ અને સમાજ ના સામાજીક, રાજકીય,શૈક્ષણિક જાગૃતિ આવે તેવા ઉદ્દેશ્ય થી ગુજરાત ભર માં ૧૮૦૦ થી ૨૦૦૦ કી.મી ની યાત્રા કાઢવામાં આવેલ હતી જેમાં જે.પી.જાડેજા અધ્યક્ષ શ્રી રાજપૂત કરણી સેના , કીર્તિ સિંહ વાઘેલા , તેમજ સાધુ – સંતો તથા સામાજિક અગ્રણીઓ જોડાયા હતા .

યાત્રા ની શરૂઆત માતાના મઢ થી મોરાગઢ અને ત્યાં થી અંબાજી તા.૦૪ મે ના રોજ સાંજ ના સુમારે આવી પહોંચી હતી અને અંબાજી મંદિર માં માતાજી અને અખંડ જ્યોત ના દર્શન કર્યા હતા, અંબાજી આવી પહોંચેલ આ યાત્રા માં અંબાજી ના રાજપૂત કરણી સમાજ ના લોકો ને પણ યાત્રા માં જોડાવા મટે આમંત્રણ અપાયુ હતુ .

અંબાજી થી આગળ આ યાત્રા શામળાજી, ગાંધીનગર , અમદાવાદ થઈ આગળ ભાવનગર, જૂનાગઢ અને સોમનાથ માં આ યાત્રા નું સમાપન થશે, લગભગ ૧૬ દિવસ સુધી ચાલનારી આ યાત્રા માં મોટા ભાગ ના ગુજરાત ના નગરો ,ઉપનગરો ને આવરી લેવાશે.

અહેવાલ:અલ્કેશ સિંહ ગઢવી અંબાજી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here