Home Other યુ ટ્યુબ ચેનલ પર સરકારની તવાઈ, ફેક ન્યૂઝ ફેલાવતી ચેનલો કરી બ્લોક

યુ ટ્યુબ ચેનલ પર સરકારની તવાઈ, ફેક ન્યૂઝ ફેલાવતી ચેનલો કરી બ્લોક

131
0

સરકારની નજર સોશિયલ મીડિયાની તમામ ગતિવિધિઓ પર સતત નજર રહેલી છે. ત્યારે, હવે યુ ટ્યુબ પર ચાલી રહેલી ફેક ન્યૂઝને લઈને સરકાર હરકતમાં આવી છે. સરકારે યુ ટ્યુબ પર ચાલી રહેલી 20 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ ધરાવતી 8 ચેનલ્સને બ્લોક કરી દીધી છે. આ ચેનલો સમય પહેલા જ લોકસભાની ચુંટણી તેમજ EVM પર પ્રતિબંધ લગાવવા જેવા ફેક સમાચાર ફેલાવવામાં સામેલ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. એટલું જ નહીં પરંતુ, આ ચેનલોમાંથી ઘણી ચેનલો પર તો દેશની સેના વિશે ખોટી માહિતી ફેલાવવાનો પણ આરોપ સામે આવ્યો છે. જેના કારણે આવી ચેનલો યુવાનો,વિદ્યાર્થીઓ,સમાજ અને સમુદાયને ગેરમાર્ગે દોરવાનું તેમજ ઉશ્કેરીજનક સમાચારો ફેલાવવાનું કામ કરતી હોવાથી સમાચારો પર સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

સરકાર દ્વારા બ્લોક કરવામાં આવેલી યુ ટ્યુબ ચેનલોની જો વાત કરીએ તો, યહા સચ દેખો, કેપિટલ ટીવી, કેપીએસ ન્યૂઝ,સરકારી વ્લોગ,અર્ન ટેક ઈન્ડિયા, SPN9 ન્યૂઝ, એજ્યુકેશનલ દોસ્ત,વર્લ્ડ બેસ્ટ ન્યૂઝ નામની ચેનલોનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here