મોડાસા : 23 માર્ચ
ચેટીચંડ કે ચેટીચાંદ એ સિંધી લોકો દ્વારા ઉજવાતો તહેવાર છે. આ દિવસ તેમના ઇષ્ટદેવ ઝૂલેલાલનો જન્મ દિવસ છે. આ દિવસને સિંધીઓ ‘સિંધીયત જો ડીંહું ચેટીચંડ’ અથવા ‘સિંધી દિન’ તરીકે ઉજવે છે. આ દિવસે મોડાસામાં ઇષ્ટદેવ ઝૂલેલાલની ‘ઝૂલેલાલ બહરાણો સાહબ’ સ્વરૂપે શાહી શોભાયાત્રા કાઢીને
ઉજવણી કરવામાં આવી હતી.અને તે સિંધી સમુદાયનું નવું વર્ષ છે. ભગવાન ઝુલેલાલને ગુજરાતીઓ દ્વારા દરિયાલાલ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે હિન્દુ દેવતા વરુણનો અવતાર માનવામાં આવે છે.
ચેટીચાંદ એ સિંધી લોકો માટે ઝુલેલાલ જયંતિનું ખૂબ મહત્વ છે, ભગવાન ઝુલેલાલ સિંધી સમુદાયના ઈષ્ટ દેવ (સૌથી આદરણીય દેવ)છે.જેઓ તેમને હિન્દુ દેવતા વરુણનો અવતાર માને છે. સિંઘ પ્રાંતમાંથી ભારતમાં સ્થાયી થયેલા લોકો તમામ રીત-રિવાજો અને પરંપરાઓ સાથે તેમના ઈષ્ટદેવ ઝુલેલાલની પૂજા કરે છે.એવું માનવામાં આવે છે કે ચેટી ચાંદના દિવસે ભગવાન ઝુલેલાલ પૃથ્વી પર આવે છે અને તેમના ભક્તોને આશીર્વાદ આપે છે