Home અંબાજી માનસરોવર ધૂણી ના બાપુએ ધૂણી માટે લડત નો પ્રારંભ કર્યો!..

માનસરોવર ધૂણી ના બાપુએ ધૂણી માટે લડત નો પ્રારંભ કર્યો!..

136
0

અંબાજી:૯ જાન્યુઆરી


શક્તિપીઠ અંબાજી વિશ્વનું સૌથી મોટું શક્તિપીઠ તરીકે ઓળખાય છે. આ ધામ રાજસ્થાન અને ગુજરાતની સરહદ પર વસેલું છે. અંબાજી 51 શક્તિપીઠમાં અનેરૂ મહત્વ ધરાવે છે. અંબાજી મંદિર ઉપર 358 નાના મોટા સોનાના કળશ લાગેલા છે. આ મંદિરનો વહીવટ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ હસ્તક ચાલી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર અંબાજી મંદિર ના ચેરમેન તરીકે હોદ્દો સંભાળે છે જ્યારે ડેપ્યુટી કલેકટર કક્ષાના અધિકારી અંબાજી મંદિરના વહીવટદાર તરીકે કામગીરી કરી રહ્યા છે.

મહત્વની વાત કરવામાં આવે તો અંબાજીમાં માનસરોવર ની સામે 50 વર્ષ કરતા જુની ધૂણી આવેલી હતી આ મંદિર ઉપર મહંત વિજયપુરી મહારાજ અને છોટુગીરી મહારાજ બાબરી કરાવવા આવતા લોકોને આશીર્વાદ અને ઉજાણી નાખતા હતા. છેલ્લા કેટલાક વર્ષોથી આ ધૂણી વાળી જગ્યા પર શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ નો કબ્જો છે. 6 જાન્યુઆરીના રોજ માનસરોવર ધૂણી ખાતે છોટુગીરી મહારાજ અને તેમના અનુયાયી સાધુઓ અચાનક આવી મંદીર બહાર બેસી ન્યાય મળે તે માટે ત્રણ દિવસ થી અહી બેસેલા છે.
સાધુ સમાજની માંગ છે કે આ ધૂણી પર અમને પૂજા-અર્ચના કરવા મળે તે માટે અમો આવ્યાં છીએ. અંબાજીના ઘણા લોકો આ ધૂણી પર ઉજણી નખાવા પણ જતા હતા. સમગ્ર ઘટનામાં યોગ્ય નિકાલ લાવી સાધુ સમાજની માંગ સ્વીકારે તેવી માંગ શ્ર્ધાળુંઓ માં ઉઠી રહી છે.વિજયપૂરી મહારાજએ ત્રણ દિવસથી અન્નનો ત્યાગ કર્યો! 6 જાન્યુઆરીથી અહીં ધૂણીની બહાર બેઠેલા વિજયપુરી મહારાજ એ જણાવ્યું હતું કે અમે શાંતિથી અહીં ન્યાય માટે બેઠા છીએ અને મેં ત્રણ દિવસથી અન્નનો ત્યાગ કરેલ છે.


અહેવાલ : અલ્કેશ ગઢવી, અંબાજી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here