જૂનાગઢ: ૭ જાન્યુઆરી
જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે સરકાર દ્વારા જે ૧૫થી ૧૮ વર્ષના બાળકોને વેક્સીન આપવા માટે મંજૂરી આપવામાં આવી છે તેને લઈ રાજ્ય ભરમાં આરોગ્ય વિભાગ દ્વારા પુર જોશમાં બાળકોને વેક્સીન આપવામાં આવી રહી છે. ત્યારે જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે આવેલ શ્રી વિવેકાનંદ વિનય મંદિર માં આજરોજ માંગરોળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા શ્રી વિવેકાનંદ વિનય મંદિર માંગરોળ ખાતે વેક્સિનેશન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૧૫ થી ૧૮ વર્ષના વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર વેક્સીન લીધી હતી…બાળકોના સર્વાંગી વિકાસની સાથે-સાથે બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખતા અને વધતા જતા કોરોના સંક્રમણ ની સામે બાળકોના સુરક્ષિત ભવિષ્ય માટે શ્રી વિવેકાનંદ વિનય મંદિર માં તારીખ 7/1/2022 ના રોજ શાળા સંકુલમાં 15 થી 18 વર્ષ સુધીના વિદ્યાર્થી ઓ ને રસિકર્ણનો કેમ્પ યોજવામાં આવેલ આ કેમ્પમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વિદ્યાર્થી ઓને વેકસીનનો પ્રથમ ડોજ કો વેક્સિન આપવામાં આવી હતી બાળકોને સામાજિક અંતર, સેનેટાઈઝર તેમજ અલગ અલગ બેઠક – આરામ માટેની વિશેષ વ્યવસ્થા કરવામાં આવેલ. સંપૂર્ણ દેખરેખમાં કોઈપણ અસુવિધા સાથે શાળાનાં બાળકોને કો વેક્સિન સફળ રીતે મૂકવામાં આવેલ
સંસ્થાના નિયામક શ્રી આઈ.જી.પુરોહિત સાહેબ તેમજ પ્રિન્સિપાલ શ્રી હરિભાઈ કાછેલા તેમજ ભાવનાબેન આઈ.પુરોહિત ના ખૂબ જ સુંદર માર્ગદર્શન મુજબ વ્યવસ્થા કરવામાં આવી હતીસ્કૂલ તરફથી વિદ્યાર્થી ઓ માટે નાસ્તા સ્વરૂપે પરલે બિસ્કિટની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેટલા વિદ્યાર્થીઓને કોરોના વેક્સિનેશન રસી આપવામાં આવી હતી. જેમાં સ્કૂલના સ્ટાફ અને આરોગ્ય વિભાગ દ્વારા સાથ અને સહકાર સાથે ખુબજ જહેમત ઉઠાવવામાં આવી હતી.