Home રાજકારણ મહિલા અનામત બિલ પર ચર્ચા થઇ …. સ્મૃતિ ઈરાની-સોનિયા ગાંધી આમને-સામને...

મહિલા અનામત બિલ પર ચર્ચા થઇ …. સ્મૃતિ ઈરાની-સોનિયા ગાંધી આમને-સામને થયા ….

104
0

મહિલા આરક્ષણ બિલને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગૃહમાં મહિલા અનામત બિલ પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે, મોદી સરકારે ગઈકાલે નવા સંસદ ભવન લોકસભામાં મહિલા અનામત બિલ રજૂ કર્યું હતું. PM મોદીએ મહિલા અનામત બિલને નારી શક્તિ વંદન એક્ટ નામ આપ્યું છે.મહિલા અનામત બિલને લઈને આજે ગૃહમાં ભારે હોબાળો થયો હતો.

મહિલા અનામત બિલ પર આજે લોકસભામાં કલાકો સુધી ચર્ચા થઇ હતી.. સરકાર વતી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને નિર્મલા સીતારમણ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. અને ભારતી પવાર અને અપરાજિતા સારંગી પણ બોલ્યા. કોંગ્રેસ તરફથી સોનિયા ગાંધી મુખ્ય વક્તા રહ્યા. આ પહેલા કેન્દ્રીય કેબિનેટે મહિલા અનામત બિલને મંજૂરી આપી હતી. નવી સંસદ ભવનમાં મંગળવારે લોકસભામાં મહિલા અનામત બિલ રજૂ કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ 33 ટકા મહિલા અનામતને કેબિનેટની મંજૂરી આપવામાં આવી છે.

કેન્દ્ર સરકારના આ નિર્ણયને વિપક્ષી ગઠબંધન માટે પડકાર તરીકે પણ જોવામાં આવી રહ્યો છે. મહિલા અનામત બિલ લોકસભા બાદ રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. જો ખરડો બંને ગૃહો દ્વારા પસાર થઈ જાય છે, તો રાષ્ટ્રપતિની સંમતિ મળ્યા પછી, બિલ ઔપચારિક રીતે એક કાયદો બની જશે. જોકે હવે જોવાનું એ રહેશે કે મહિલા અનામતને લઈને વિપક્ષનું વલણ શું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here