Home Trending Special મહાકાલેશ્વર મંદિરના ગર્ભગૃહમાં ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ

મહાકાલેશ્વર મંદિરના ગર્ભગૃહમાં ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ

130
0

મધ્યપ્રદેશ : 24 ડિસેમ્બર


આજથી 13 દિવસ સુધી નહીં મળે એન્ટ્રી“વર્ષના અંતિમ સપ્તાહમાં રજાઓને કારણે, મહાકાલ લોક અને મહાકાલ દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો આવવાની સંભાવનાને કારણે, મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવશે….
મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં ક્રિસમસની રજાઓમાં પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિરમાં ભક્તોની સંખ્યામાં ઝડપથી વધારો થવાની સંભાવનાને જોતા મંદિરની પ્રબંધન સમિતિએ શનિવારથી આગામી 13 દિવસ માટે મંદિરને બંધ રાખવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી તેના ગર્ભગૃહમાં લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મંદિર સમિતિના એક અધિકારીએ જણાવ્યું કે ગર્ભગૃહમાં પ્રવેશ પરનો પ્રતિબંધ 5 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે. 24 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી સુધી ગર્ભગૃહ પ્રતિબંધિત રહેશે…તેમજ સુરક્ષાના કારણોસર 20 ડિસેમ્બરથી આ મંદિરમાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ રહેશે. મહાકાલેશ્વર મંદિર દેશના 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે અને મોટી સંખ્યામાં ભક્તો તેની મુલાકાત લે છે.

અહેવાલ : પ્રતિનિધિ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here