Home રાજ્ય ભોયકામાં નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચાર મામલે ન્યાય માટે ગ્રામજનોની જિલ્લા વિકાસ...

ભોયકામાં નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચાર મામલે ન્યાય માટે ગ્રામજનોની જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત

180
0

લીંબડી : 23 માર્ચ


લીંબડી તાલુકાના ભોયકા ગામે નલ સે જલ યોજનામાં રૂપિયા ૪૭ લાખની યોજનામાં કામ કર્યા વગર જ રૂપિયા ચૂકવી દઇ ભ્રષ્ટાચાર આચર્યા મામલે પાણી પુરવઠા વિભાગ દ્વારા તપાસના નામે કુલડીમાં ગોળ ભાંગતા હોય તેમ તપાસના નામેનાટક કરતા રોષે ભરાયેલા ગ્રામજનો ન્યાય મેળવવા જિલ્લાવિકાસ અધિકારીને રજૂઆત કરવા દોડી આવ્યા હતાં.અને જિલ્લાકક્ષાઅેથી આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ કરી હતી.

ભોયકા ગામમાં ઘરે ઘરે પાણી પહોંચાડવા માટે વર્ષ ૨૦૨૧ માં રૂપિયા ૪૭ લાખની યોજના મંજૂર કરવામાં આવી હતી પરંતુ આટલીમતબર રકમની યોજનામાં કામ કર્યા વગર જ કોન્ટ્રાક્ટરને રૂપિયા ૧૯ લાખ જેટલી રકમ ચૂકવી દેવામાં આવી હોવાનો તેમજ કોઇ જ પ્રકારની કામગીરી કરવામાં ન આવી હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યાં છે. આ અંગે સ્થાનિકો દ્વારા લેખીત રજૂઆત કરતા પાણી પુરવઠા વિભાગની ટીમ બે વાર તપાસ માટે ભોયકા ગામે આવી હતી પરંતુ માત્ર કાગળ પર તપાસ અને પંચ રોજકામકરતા રોષે ભરાયેલા ગ્રામજનો સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરવા દોડી આવ્યા હતાં. ભોયકા ગામે નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચાર મામલે જિલ્લા કલેક્ટર દ્વારા તપાસના આદેશ આપવા છતાં પાણી પુરવઠાવિભાગ દ્વારા તપાસના નામે માત્ર નૌટંકી કરવામાં આવતી હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યાં છે તેમજ જે અધિકારીઓ ખુદ આ કૌભાંડમાં સંડોવાયેલા છે તેજ અધિકારીઓ તપાસમાં આવતા તપાસનીકામગીરી બાબતે ગ્રામજનોમાં રોષનીલાગણી ફેલાઇ છે. જિલ્લાવિકાસ અધિકારી ને લેખીત રજૂઆત કરી ગ્રામજનો દ્વારા તાત્કાલિક તપાસ કરવાની માંગ કરાઇ છે અને કૌભાંડમાં સંડોવાયેલા અધિકારીઓ અને પદાધિકારીઆે વિરૂધ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવામાં નહીં આવે તો સમસ્ત ગ્રામજનો દ્વારા આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

અહેવાલ : પ્રતિનિધિ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here