Home આંકલાવ ભેટાસી રોડ ઉપર ડાંગરના પુરાના ગઠ્ઠા ભરેલી આઇસર અચાનક આગ લાગતા...

ભેટાસી રોડ ઉપર ડાંગરના પુરાના ગઠ્ઠા ભરેલી આઇસર અચાનક આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો

136
0

આણંદ: 14 નવેમ્બર


આકલાવ તાલુકાના ભેટાસી સીમ વિસ્તારમાં વાસદ થી ભેટાસી અંબાલી રોડ ઉપર ડાંગરના પુરાના ગઠ્ઠા ભરેલી આઇસર માં આગ લાગતા પુરાના ગઠ્ઠા બળીને ખાખ થઈ ગયા હતા.

આ આગ લાગવાનું કારણ સુત્રોના જણાવ્યા અનુસાર આઇસરમાં તેની લિમિટ કરતાં વધારે ઊંચે સુધી ગઠા ભરેલા હતા અને રોડથી ક્રોસ થતી થ્રી ફેઝ લાઇન ના વાયરને અડતા આ આગ લાગી હોય તેવું જાણવા મળ્યું છે આ આગ લાગવાથી નજીકના લોકો જોવા માટે દોડાદોડી કરી રહ્યા હતા અને એક થી દોઢ કલાકની મહેનત બાદ હોલવાઈ હતી ફાયર બ્રિગેડને પણ સંપર્ક કરતા ઘટના સ્થળ પર આવીને આગને કાબુમાં લીધી હતી

અહેવાલ : અરવિંદસિંહ પઢિયાર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here