Home અમદાવાદ ફિલ્મ જેવો સીન થયો રસ્તા પર !!! …. રિક્ષા હવામાં ફંગોળાઇ …...

ફિલ્મ જેવો સીન થયો રસ્તા પર !!! …. રિક્ષા હવામાં ફંગોળાઇ … જુઓ કઇ રીતે ..???

128
0

અમદાવાદમાં હાલમાં એક અકસ્માતનો વિડીયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. ગતરોજ અમદાવાદમાં એક એવો અકસ્માત થયો કે જે વિડીયો જોયાં બાદ એવું લાગે કે શું કોઇ મુવીનો સીન શૂટ થઇ રહ્યો છે. વાત કરવી છે ચંડોળા પેટ્રોલ પાસે રિક્ષાના અકસ્માતની…

વિગત એવી છે કે એક રિક્ષા ચંડોળા પેટ્રોલ પંપ પાસેથી પસાર થઈ રહી હતી. ત્યારે વ્હીલ નીકળી જતાં હવામાં ફંગોળાઈ હતી. જેમાં સમગ્ર બનાવ CCTV  માં કેદ થઇ છે. સદનસીબે રિક્ષા ચાલકનો આબાદ થયો છે. બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદના ચંડોળા પેટ્રોલ પંપ પાસેથી એક ઓટો રિક્ષા પસાર થઇ રહી હતી. જે દરમિયાન અચાનક રિક્ષાનું આગળનું વ્હીલ નીકળી હતું. આગળનું વ્હિલ નીકળી જવાના કારણે રિક્ષા હવામાં ફંગળાઈ હતી અને રસ્તાની બાજુમાં આવેલી રેલિંગ સાથે અથડાઈને પલટી મારી ગઇ હતી. બનાવની જાણ થતાં આસપાસના લોકો એકઠાં થઈ ગયા હતા.

CCTV માં નજરે પડે છે કે રિક્ષાનું આગળનું વ્હીલ નીકળી જતાં રિક્ષાનો ભાગ એ વ્હીલ પર પડે છે. જ્યાં રિક્ષા ચાલકના ધ્યાનમાં આવે તે પહેલાં તો રિક્ષા હવામાં ફંગોળાઈને નીચે પટકાઇ ગઇ હતી અને રસ્તાની બાજુમાં રેલિંગ સાથે અથડાઈને પલટી જાય છે. સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here