સાબરકાંઠા જિલ્લામાં પોશીના તાલુકાના મતરવાડા ગામે દાંતીવાડા કૃષિ યુનિવર્સીટીના આસ્પી પોષણ અને સમુદાય વિજ્ઞાન મહાવિધ્યાલયના આહાર-પોષણ વિભાગ દ્વારા “સંતુલિત આહાર માટે ધાન્યોનું મહત્વ” વિષય ઉપર પોષણ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.
વર્ષ-૨૦૨૩ને “આંતરરાષ્ટ્રીય ધાન્ય વર્ષ” તરીકે ઉજવવામાં આવી રહ્યુ છે ત્યારે મદદનીશ પ્રાદ્યાપક(આહાર-પોષણ) ડૉ.પ્રીતિ દવે દ્વારા આદિવાસી ભાઈ-બહેનોને રોજિંદા આહારમાં બાજરો, જુવાર, કોદરી, સાંબો, રાજગરા જેવા પૌષ્ટીક ધાન્ય પાકોના મહત્વ અને પોષણમૂલ્ય વિશે જાણકારી આપવામાં આવી હતી. વિશેષ આદિવાસી વિસ્તારોમાં મહિલાઓ અને બાળકોમાં વ્યાપ્ત કુપોષણ નિવારણ માટે ધાન્યોનો આહારમાં ઉપયોગ વધારવા માટે સમજૂતી અપાઈ હતી.
તાલીમ કાર્યક્રમ દરમિયાન શ્રી વિ.કે.પટેલ,પ્રોજેક્ટ ડાય્રરેક્ટર્(આત્મા)એ જણાવ્યું હતુ કે સમગ્ર રાજ્યની સાથે સાથે સાબરકાંઠા જિલ્લામા પ્ર।કૃતિક કૃષિનુ અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે જેમા આવા હલકા-ધાન્યની ખેતી ખૂબ જ મહત્વની છે કારણ કે આ પ્રકારના ધાન્યોનુ કુદરતી રીતે ખુબ જ સરળતાથી ઉત્પાદન મેળવી શકાય છે અને જો કોઇ ખેડૂતોને આ ધાન્ય પાકોનુ બિયારણ જોઇતુ હોય તો આત્મા પ્રોજેક્ટ ના કર્મચારીઓનો સંપર્ક કરવો. આ તાલીમ કાર્યક્રમમાં કુલ ૨૫ જેટલા તાલીમાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
અહેવાલ.. રોહિત ડાયાણી (સાબરકાંઠા)