પાટણ : 22 ફેબ્રુઆરી
પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના બહુચર્ચિત ચાર નવા ભવનોના બાંધકામમાં થયેલ ગેરરીતિની તપાસ માટે નિમાયેલ બે સભ્યોએ તપાસ રિપોર્ટ યુનિવર્સિટીમાં રજૂ કર્યા બાદ સોમવારે કારોબારીની બેઠકમાં મુકાતા આ ચાર ભવનના નિર્માણમાં ભ્રષ્ટાચાર સાથે યુનિવર્સિટીને રૂપિયા 1કરોડ ૭૨ લાખ નું આર્થિક નુકસાન થયાનું સ્પષ્ટ થયું છે. જેને લઇ કારોબારીએ યુનિવર્સિટીના મદદનીશ ઇજનેર ને કાયમી ધોરણે ફરજમાંથી મુક્ત કરવા કારણદર્શક નોટિસ ફટકારી છે.જેને લઇ શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચ્યો છે.
પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ની કારોબારી સમિતિની ગત સપ્તાહે બેઠક મળી હતી જેમાં યુનિવર્સિટીના બહુચર્ચિત કન્વેન્શન હોલ ,સિલ્વર જ્યુબલી પાર્ક, આર્કિટેક્ચર ભવન અને ગેસ્ટ હાઉસસ ના નવા ભવનોના બાંધકામ થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરવા માટે નિમાયેલા તપાસ અધિકારી એચ.એન.ખેર અને લીગલ એડવાઈઝર જે.કે.દરજી દ્વારા તપાસ અહેવાલ કારોબારી સમક્ષ રજૂ કરાયો હતો.જોકે અહેવાલનો અભ્યાસ ઝડપથી થઇ શકે તેમ ન હોઈ આ મામલે નિર્ણય કરવા ૨૧મી ફેબ્રુઆરીએ ફરી બેઠક બોલાવવાનો નિર્ણય કરાયો હતો.જેને અનુલક્ષી સોમવારે કારોબારી સભ્યોની બેઠક યુનિવર્સિટી ખાતે મળી હતી અને આ અહેવાલમા ચાર ભવનોના બાંધકામમાં ભ્રષ્ટાચાર તેમજ યુનિવર્સિટીને 1 કરોડ 72 લાખ નું આર્થિક નુકસાન થયું હોવાનું સાબિત થયું છે. જેને લઇ કારોબારીએ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા યુનિવર્સિટીના મદદનીશ ઇજનેર kids ને કારણદર્શક નોટિસ ફટકારી નોકરીમાંથી કાયમી ધોરણે બરતરફ કેમ ન કરવા તે મામલે જવાબ માંગ્યો છે.