પાટણ : 27 ફેબ્રુઆરી
યુધ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલ પાટણના વિદ્યાર્થીઓને પોલેન્ડ થઇ પરત સ્વદેશ લાવવા ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા કામગીરી શરુ કરવામાં આવી હતી. જેથી વિદ્યાર્થીઓ પોલેંડની સરહદે પહોંચ્યા હતા પરંતુ ત્યાં પહોંચ્યા બાદ વિદ્યાર્થીઓને પોલેન્ડમાં પ્રવેશ નહીં મળતા ભારે કફોડી પરિસ્થિતિમાં મુકાયા છે તો બીજી બાજુ તેમના વાલીઓ પણ ચિંતાગ્રસ્ત બન્યા છે અને આવી કપરી પરિસ્થિતીમાં સરકાર દ્વારા તેઓને સુરક્ષિત સ્થળે રાખવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
યુક્રેન થી બસ મારફતે પોલેન્ડ બોર્ડર સુધી પહોંચેલા વિદ્યાર્થીઓને પોલેન્ડમાં પ્રવેશ ન મળતા તેઓના વાલીઓ દ્વિધામાં મુકાયા છે. પાટણના વાલીઓએ મીડિયા સમક્ષ રડમસ અવાજે આપ વિધિ રજુ કરી જણાવ્યું હતું કે ત્યાંની એમ્બેસીએ દેશી એ ભારત ની ગાઈડલાઈન મુજબ વિદ્યાર્થીઓને બોર્ડર ઉપર જવા માટે જણાવતા વિદ્યાર્થીઓ પોતાના સ્વખર્ચે બોર્ડર ઉપર પહોંચ્યા છે 35 કિલોમીટર જેટલું ચાલીને કડકડતી ઠંડીમાં તેઓ બોર્ડર પહોંચ્યા છે તેમની પાસે જમવાનું ખૂટી ગયું છે. તો રીતેશ મોદી નામના વાલીઓએ જણાવ્યું હતું કે ગત રોજ રાત્રે છોકરાઓની શાળામાં રાખ્યા હતા અને ત્યારબાદ તેઓને બંકરમાં જવાનું કહેવાયું હતું અને ત્યાંથી પણ નીકળી જઈ પરત ન આવવા એમબીએ કહી દીધું છે તો હવે વિદ્યાર્થીઓ શું કરશે અને ક્યાં જશે માટે સરકાર દ્વારા વિદ્યાર્થીઓને સુરક્ષિત જગ્યાએ પહોંચાડી હેમખેમ પરત લાવવા વિનંતી કરી છે