Home પાટણ પાટણથી નવી લોકલ , ડેમ , એક્સપ્રેસ અને મુંબઇ દિલ્હીની ટ્રેનો ચાલુ...

પાટણથી નવી લોકલ , ડેમ , એક્સપ્રેસ અને મુંબઇ દિલ્હીની ટ્રેનો ચાલુ કરવા સાંસદની રજુઆત

113
0
પાટણ : 10 ફેબ્રુઆરી

પાટણ કાંસા – ભીલડી રેલ્વેલાઇન બ્રોન્ગ્રેજમાં રૂપાંતર થઇ ઇલેક્ટ્રીક લાઇનનું કામ પણ પૂર્ણ થઈ ગયેલ છે . છતાં રેલ્વે વિભાગ દ્વારા પાટણથી દિલ્હી અને મુંબઇની લાંબા અંતરની ટ્રેનો , નવી લોલ , ડેમ અને એક્સપ્રેસ ટ્રેનો ચાલુ કરવામાં આવતી નથી . રેલ્વેને લગતા આ પ્રશ્નોને લઇ પાટણ પંથકની પ્રજામાં ભારે અસંતોષ સાથે રોષ ફેલાયો છે . જેને પગલે પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ આ પ્રશ્નોને લોકસભામાં વાચા આપી કેન્દ્રીય રેલ્વે અને રાજ્ય રેલ્વેમંત્રીને લેખીતમાં રજૂઆત કરી તાકીદે ટ્રેનો ચાલુ કરવા માંગણી કરી છે.

 સાંસદ ભરતસિંહ ડાભીએ પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે , સાંસદ ભતસિંહ ડાભીએ પાટણ અને મહેસાણા વચ્ચે સવાર અને સાંજ દરમિયાન ૨ ડેમુ ટ્રેનો અગાઉના સમય પત્રક મુજબ રાબેતા તાત્કાલિક ચાલુ કરવી . પાટણ – કાંસા – ભીલડી વચ્ચેની રેલ્વે લાઇનનું કામ પૂર્ણ થઈ ગઈ છે અને હાલ આ રૂટ ઉપર વધુમાં વધુ પેસેન્જર ટ્રેનો ચાલુ કરવામાં આવે . ભીલડી – પાટણ મહેસાણા રૂટ પર લોકલ અને ડેમુ ટ્રેન સેવા તાત્કાલિક ચાલુ કરવામાં આવે , પાટણ રહેવાસી જૈન સમુદાયના લોકો પોતાના ધંધા અર્થે મુંબઈ અને સુરત સ્થાયી થયેલ છે . જૈન સમુદાયના લોકોનો પાટણ ના વિકાસમાં મહત્ત્વનો ફાળો રહેલ છે અને જૈન સમુદાયના લોકોને અવાર નવાર પોતાના ધાર્મિક અને સામાજિક પ્રસંગો માટે પાટણ આવવાનું થાય છે . સાથે સાથે પાટણનું ઘરેણું એવું ટાણીની વાવ અને વિશ્વ વિખ્યાત પટોળા જે પાટણની આગવી ઓળખ ધરાવે છે . જેને જોવા માટે દેશ અને વિદેશ માંથી લોકો પાટણ આવે છે . પરંતુ અત્યાર સુધી પાટણને ક્યારેય મુબઈ કે સુરત ની સીધી ટ્રેન મળેલ નથી જેના કારણે પાટણનો વિકાસ રૂંધાઇ જાય છે .

આ સ્ટજેવો કે પાટણ- મહેસાણા – સુધી સંપૂર્ણ ટ્રેક વિદ્યુતીકરણ ( ઈલેક્ટ્રીલાઈન ) માં પરિવર્તન કરી દેવામાં આવેલ છે . તો આ રૂટ ઉપર અને પ્રજાની વર્ષો જૂની માંગણીને ધ્યાને રાખીને તાત્કાલિક ધોરણે પાટણથી સીધી દૈનિક સ્પેશિયલ ટ્રેન સુરત અને મુંબઈ માટે ટ્રેન સેવા શરૂ કરવામાં આવે.

પાટણ – ક્રાંસા ભીલડી રેલ્વે લાઈનનો રેલ્વે ટ્રેકનું સંપૂર્ણ કામ પૂર્ણ થઈ ગયેલ છે અને સંપૂર્ણ ટેક વિદ્યુતીકરણ ( ઈલેક્ટ્રીલાઈન ) માં પવિર્તન કરી દેવામાં આવેલ છે . અને હાલ આ રૂટ ઉપર સૌથી વધુ ગુડ્સ ટ્રેનો યાલી રહી છે . પરંતુ સદર ૮ ઉપર પાટણ થી સીધી નવી દિલ્હી ટ્રેન અને વધુ માં વધુ પેસેન્જર ટ્રેન સેવા શરૂ કરવામાં આવે . પાટણ કોલેજ રોડી વચ્ચે રેલ્વેનો મેઈન ટેક આવેલ છે અને આ રૂટ ઉપર સરકારી કચેરીઓ , શૈક્ષણિક સંસ્થાઓ જેવીકે આર્ટસ , કોમર્સ સાયન્સ અને લો કોલેઝ , માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અને અન્ય સંસ્થાઓ કાર્યરત છે અને આ શૈક્ષણિક સંસ્થાઓમાં 10000 થી વધુ વિદ્યાર્થીઓ દરરોજ અવર જવર કરે છે અને આ સ્ટ ઉપર અન્ડર પાસ રેલ્વે દ્વારા બનાવેલ છે અને દિવસ દરમિયાન ભારે ટ્રાફિક રહે છે . જેના કારણે વિદ્યાર્થીઓને પોતાના જીવના જોખમે પાટણ રેલ્વેના મેઈન ટ્રેક ઉપર થી અવર જવર કવું પડે છે . તો આ ટ્રેક ઉપર તાત્કાલિક ફૂટ ઓવર બ્રીજ બનાવવામાં આવે તે બાબતે રજૂઆત કરવામાં આવી હતી .

 

અહેવાલ: ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here