પાકિસ્તાન જેલમાં છેલ્લા ત્રણ ચાર વર્ષથી સબડતા માછીમારો વધુ એક વખત મુક્ત થયા છે. પાકિસ્તાન સરકાર દ્વારા 200 માછીમારોને મુક્ત કરાયા છે. જે માછીમારોને વાઘા બોર્ડર ફિસરીજ વિભાગને સોંપ્યા બાદ આ માછીમારો રેલ મારફતે બરોડા અને ત્યાંથી બસ મારફતે આજે માદરે વતન વેરાવળ પહોંચ્યા હતા… વહેલી સવાર થી જ માછીમારો ના પરિજનો તેમને લેવા વેરાવળ ફોસિરિજ કચેરી ખાતે પહોંચ્યા હતા. લાંબા સમયથી કેદ માછીમારો આવતા હોવાને લીધે વૃદ્ધ અને બાળકો પણ પહોંચ્યા હતા. લાંબા સમય બાદ વેરાવળ કીડીવાવ ખાતે માછીમારોનું અલગ અલગ સુરક્ષા વિભાગ દ્વારા ઇન્ટરોગેસન હાથ ધરાયુ હતું અને આખરે 3 કલાકે માછીમારોના પરિજનોની આતુરતાનો અંત આવ્યો. સવા ત્રણ કલાકે માછીમારોને પરિવારજનોને સોંપવામાં આવ્યા.
જો કે અહીં એક તરફ ખુશીના આંશુ છલકાતા હતા અને ભાવુક દ્રશ્યો જોવા મળ્યા તો બીજી તરફ એક કરુણ દ્રશ્યો પણ જોવા મળ્યા. અહીં બેટ દ્વારકાથી અનેક પરિવારો આવ્યા. જેમાં અબ્દેરેમાન ભાઈ નામના માછીમાર પોતાના દીકરાઓને મુક્ત કરાવવા માટે અધિકારીઓને આજીજી કરવા પહોચ્યાં હતા. અબ્દેરેમાન ભાઈના ત્રણ દીકરા પાક જેલમાં કેદ છે. જેને 2 વર્ષથી વધુનો સમય વીત્યો છતાં મુક્ત ન થયા કે ન તો તેમની સાથે વાત થઈ રહી છે…





















