Home ગોધરા પંચમહાલ જિલ્લાના વેજલપુર સ્થિત જવાહર નવોદય વિદ્યાલય ખાતે જિલ્લા કક્ષાના ૭૩માં વન...

પંચમહાલ જિલ્લાના વેજલપુર સ્થિત જવાહર નવોદય વિદ્યાલય ખાતે જિલ્લા કક્ષાના ૭૩માં વન મહોત્સવની ઉજવણી કરાઇ

169
0

પંચમહાલ: 12 ઓગસ્ટ


આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત પંચમહાલ જિલ્લાના વેજલપુર સ્થિત જવાહર નવોદય વિદ્યાલય ખાતે જિલ્લા કક્ષાના ૭૩માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યની કરવામાં આવી હતી. સામાજિક વનીકરણ વિભાગ દ્વારા પંચમહાલ જિલ્લામાં ગુજરાત વિધાનસભાના નાયબ દંડક રમેશભાઈ કટારાની ઉપસ્થિતિમાં ૪૦ લાખથી વધુ રોપાઓનું વાવેતર અને વિતરણ કરવાનું શરુ કરાયું છે. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તક ઉપસ્થિત લાભાર્થીઓને ચેક વિતરણ પણ કરાયા હતા.

આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ દંડક રમેશભાઈ કટારાએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું વિઝન છે કે દેશ હરિયાળો બને જેમાં પર્યાવરણનું જતન કરવું, વૃક્ષો થકી જીવન છે, વૃક્ષો વગર જીવનની કલ્પના થઈ શકતી નથી તો વૃક્ષોનું વાવેતર કરીએ તથા જતન, સંવર્ધન કરીએ. તેમણે કહ્યું કે દેશના દરેક નાગરિકની ફરજ છે કે વૃક્ષોનું વાવેતર કરીને રક્ષણ કરવું. કોરોનાના સમયમાં આપણે આ જ પ્રકૃતિ થકી ફાયદો થયો છે. જેમાં લીમડાના વૃક્ષ, અરડૂસી અને તુલસીના રસ વગેરે ઔષધિઓ થકી લોકો સ્વસ્થ્ય બન્યા છે.

અહીં નોંધનીય છે કે જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ૪૦ લાખથી વધુ રોપાઓ ઉછેરવામાં આવ્યા છે. જેમાં નીલગિરિ, પ્લેટોફાર્મ, લીંબારો, બિલી, ગરમાળો સહિતના રોપાનું વિતરણ અને વાવતેર કરવાનું શરુ કરાયું છે.
આજના આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ કુ. કામિનીબેન સોલંકી, કાલોલ ધારાસભ્ય સુમનબેન ચૌહાણ,કાલોલ નગરપાલિકા પ્રમુખ શૈફાલી ઉપાધ્યાય, કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ જયદેવસિંહ ઠાકોર, નાયબ વન સંરક્ષક, સામાજિક વનીકરણ વિભાગ પંચમહાલ એમ.ડી.જાની, જિલ્લા અગ્રણી અશ્વિનભાઈ પટેલ તથા નરેન્દ્રભાઈ ગોહિલ, આચાર્ય જવાહર નવોદય વિદ્યાલય સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ કંદર્પ પંડ્યા, ગોધરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here