કચ્છ : 10 ફેબ્રુઆરી
FRC ના બહાના હેઠળ ખાનગી કોલેજ અને યુનિવર્સીટીમાં પોસ્ટ મેટ્રિકમાં અભ્યાસ કરતા ૬ થી ૭ હાજર વિદ્યાર્થીઓનું શિક્ષણ અચાનક જ અટકી ગયુ હતું. અને દર વર્ષે ૨૦૦૦ વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત થઇ જવાનો ભય હતો
આ બાબતે ધારાસભ્ય નૌશાદ સોલંકી દ્વારા વિધાનસભામાં પણ અસરકારક રજૂઆત કરેલ છે પરંતુ રાજ્ય સરકાર દ્વારા કોઈ જ હકારાત્મક પ્રતિભાવ પણ આપેલ ન હતો. આથી આ બાબતે ગુજરાતમાં જનજાગૃતિ લાવી આગામી સમયમાં મહાઆંદોલન થકી ગુજરાત સરકારને દલિત શક્તિનો પરચો બતાવા ધારાસભ્ય શ્રી નૌશાદ સોલંકીની દ્વારા સમગ્ર ગુજરાતમાં આંદોલનનું રણશિંગુ ફૂક્યું હતું. જેના ભાગ રૂપે અનેક જિલ્લાઓમાં આવેદનપત્રો અપાયા હતા.
નૌશાદ સોલંકી દ્વારા 1 માર્ચ 2022 ના રોજ સાબરમતીથી સચિવાલય દલિત અધિકાર યાત્રા અને 2 માર્ચ, વિધાનસભા સત્રના પ્રથમ દિવસે વિધાનસભાનો ઘેરાવ કાર્યક્રમ આપ્યો હતો. આથી સમગ્ર ગુજરાતમાં આંદોલનની હવા પ્રબળ બનવા લાગી હતી. આ પરિસ્થિતિને પામીને સરકાર ઉપર ખૂબ જ દબાણ ઉભુ થયું હતું. અને આજે સામાજિક ન્યાય અધિકારીતા ના મત્રી પ્રદીપભાઈ પરમાર દ્વારા તાત્કાલિક પરિપત્ર કરી નોન FRC કોર્ષ માં ભણતા તમામ એનું. જાતિના વિદ્યાર્થીઓની સ્કોલરશીપ સરકાર ચૂકવી આપશે તે મુજબની જાહેરાત કરવામાં આવી.