પંચમહાલ, કાલોલ : ૨૨/ફેબ્રુઆરી/૨૦૨૩
કાલોલ મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાના સ્વાગત અને સંકલન સમિતિની બેઠક મળી: સ્વાગત કક્ષાના પાંચ પ્રશ્નોની સમીક્ષા કરી
કાલોલ મામલતદાર કચેરી ખાતે ૨૦૨૩ વર્ષ અંતર્ગત તાલુકા કક્ષાએ બીજો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ સ્વાગત કાર્યક્રમમાં મામલતદાર કક્ષાએ રજૂઆત પામેલા પાંચ પ્રશ્નોની સમીક્ષા કરી નિરાકરણ માટે જવાબદાર તંત્રનું ધ્યાન દોર્યું હતું. તદ્ઉપરાંત તાલુકાના વિવિધ સરકારી વિભાગોની પણ બેઠક મળી હતી જેમાં મામલતદાર કચેરીના વિવિધ વિભાગો, તાલુકા પંચાયત, નગર પાલિકા, પોલીસ, વનવિભાગ, માર્ગ અને મકાન અને આરોગ્ય વિભાગ સહિતના વિવિધ વિભાગોના જવાબદાર અધિકારીઓએ ઉપસ્થિત રહીને સરકારી યોજનાઓ અને પડતર પ્રશ્નોની સમીક્ષા કરીને સંકલન સાધ્યું હતું. આ બંને બેઠકમાં નવોદિત મામલતદાર એમ.એમ દિવાનના નેતૃત્વ હેઠળ વિવિધ સરકારી કચેરીઓ સાથે પડતર પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવી હતી.
અહેવાલ મયુર પટેલ કાલોલ